Chairman Warns MP During PM's Address

વડાપ્રધાનના સંબોધન વચ્ચે જ અધ્યક્ષે કહ્યું, “માનનીય સદસ્ય મોબાઈલ ન જુઓ!”

નવી દિલ્હી: લોકસભામાં બંધારણ પર બે દિવસીય વિશેષ ચર્ચા આજે શનિવારે પૂર્ણ થઈ. ગૃહમાં વિશેષ ચર્ચા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહને સંબોધન કરીને જવાબ આપ્યો હતો. નરેન્દ્ર મોદીએ લગભગ એક કલાક 50 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. તેમણે પોતાના ભાષણમાં વડાપ્રધાને કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું હતું. વડાપ્રધાન ભાષણ આપી રહ્યા હતા ત્યારે એક ઘટના બની હતી. જેના પર ખુદ અધ્યક્ષે ચાલુ સંબોધને ચેતવણી આપી હતી.

આ પણ વાંચો : એકલવ્યની જેમ ભારતીય યુવાનોના અંગુઠા કાપવામાં આવી રહ્યા છેઃ રાહુલ ગાંધી

બંધારણ વિશેષ ચર્ચા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહને સંબોધન કરી રહ્યા હતા. તે દરમિયાન પીએમ મોદીના ભાષણ વચ્ચે લોકસભા સ્પીકરે એક સાંસદ સભ્યને ટોક્યા હતા. લોકસભા અધ્યક્ષે અચાનક કહ્યું, ‘માનનીય સદસ્ય ગૃહમાં મોબાઈલ ફોન ન જોવો.’ જો કે આ દરમિયાન સંસદના કેમેરા વડાપ્રધાન મોદી તરફ હતા. તેથી ગૃહમાં મોબાઈલ કોણ જોઈ રહ્યું હતું તે જાણી શકાયું ન હતું.

વડાપ્રધાને કોંગ્રેસને આડે હાથ લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણ પરની ચર્ચાનો જવાબ આપતાં સંસદને સંબોધન કર્યું હતું. તેમણે 75 વર્ષની સફરનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આજે બંધારણ 75 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ સમયે તેમણે કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તેમણે વડાપ્રધાન જવાહરલાલ નહેરૂથી લઈને ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી સહિત વર્તમાન નેતાગીરી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા.

આ પણ વાંચો : Loksabha માં એ. રાજાની ટિપ્પણીથી હંગામો, એનડીએ સાંસદોએ કરી માફીની માંગ

ભારતની લોકશાહી સમૃદ્ધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન દરમિયાન ભારતને મોટી લોકશાહી નહિ પણ લોકશાહીની જનેતા કહ્યું હતું. પીએમએ બંધારણના ઘડવૈયાઓને યાદ કરતાં કહ્યું હતું કે તેઓ ભારતની ધરોહરમાં માનતા હતા અને તેના પ્રત્યે સભાન હતા. ભારતની લોકશાહી અને ભૂતકાળ ઘણો સમૃદ્ધ રહ્યો છે. ભારતનો ભૂતકાળ વિશ્વ માટે પ્રેરણાદાયી રહ્યો છે, તેથી જ ભારત આજે લોકશાહીની માતા તરીકે ઓળખાય છે. આપણે માત્ર સૌથી મોટી લોકશાહી નથી પરંતુ લોકશાહીની માતા છીએ.

Back to top button