આવતા મહિને બેન્કિંગના કામ નિપટાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છો?
નવી દિલ્હીઃ All India Bank Employee Assosiation (AIBEA) દ્વારા બેંક કર્મચારીઓની હડતાળ બાબતે એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને આ નોટિફિકેશન અનુસાર ડિસેમ્બર, 2023થી જાન્યુઆરી, 2024 દરમિયાન બેંક કર્મચારીઓ 13 દિવસની હડતાળ પર જશે. એસોસિએશનના નોટિફિકેશન અનુસાર ચોથી ડિસેમ્બરથી વીસમી જાન્યુઆરી સુધી વિવિધ તારીખો પર કર્મચારીઓ વિવિધ માગણીઓ માટે હડતાળ પર જશે.
બેંક કર્મચારીઓની હડળતાળ અને હડતાળ પર જવાના કારણો વિશે વાત કરીએ તો આવતા મહિનાથી જાન્યુઆરી, 2024 સુધી કર્મચારીઓ 13 દિવસ સુધી હડતાળ પર ઉતરવાના હોઈ ભરતી, આઉટસોર્સિંગ બંધ કરવા જેવી વિવિધ માગણીઓ માટે આ બંધની જાહેરાત કરવામાં આવી છે. બંધ દરમિયાન બેન્કિંગના કામકાજ પર ચોક્કસ અસર જોવા મળશે.
AIBEAના સ્ટ્રાઈક પ્લાન પ્રમાણે ચોથી ડિસેમ્બરથી 11મી ડિસેમ્બર દરમિયાન વિવિધ નેશનલાઈઝ અને પ્રાઈવેટ બેંકોની હડતાળનો સમાવેશ થાય છે. ત્યાર બાદ વિવિધ રાજ્યના બેંક કર્મચારીઓ બીજી જાન્યુઆરીથી છઠ્ઠી જાન્યુઆરીની વચ્ચે હડતાળમાં સહભાગી થશે.જ્યારે 19 અને 20મી જાન્યુઆરી એમ બે દિવસના અખિલ ભારતીય બેંકર્સની હડતાળ રહેશે. કઈ બેંકમાં ક્યારે કર્મચારીઓ હડતાળ પર ઉતરશે એની વાત કરીએ તો એની યાદી નીચે પ્રમાણે છે-
ચોથી ડિસેમ્બર, 2023- પીએનબી બેન્ક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને પંજાબ એન્ડ સિંધ બેન્ક
પાંચમી ડિસેમ્બર, 2023: બેન્ક ઓફ બડોદા, બેન્ક ઓફ ઈન્ડિયા
છઠ્ઠી ડિસેમ્બર, 2023: કેનેરા બેન્ક અને સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા
સાતમી ડિસેમ્બર, 2023: ઈન્ડિયન બેન્ક, યુકો બેન્ક
આઠમી ડિસેમ્બર, 2023: યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ મહારાષ્ટ્ર
અગિયારમી ડિસેમ્બર, 2023: પ્રાઈવેટ બેન્ક
હવે તમને થશે કે હડતાળ દરમિયાન બેન્કોનું શું થશે? તો તમારો આ સવાલ એકદમ યોગ્યસ્થાને છે. બેન્ક કર્મચારી પોતાની વિવિધ માગણી માટે દેશવ્યાપી હડતાળ પર જવાના છે અને એને કારણે આગામી બે મહિના સુધી બેન્કિંગ સર્વિસ પર અસર જોવા મળે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહીછે. ડિસેમ્બર મહિનામાં છ દિવસ બેન્ક કર્મચારીઓ દેશવ્યાપી હડતાળ પર જવાના હોઈ સામાન્ય ગ્રાહકોને બેન્ક સંબંધિત કામકાજમાં મુશ્કેલી પડી શકે છે.