એપ્રિલ મહિનામાં બેંકોના કામ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? પહેલાં આ વાંચી લો…
માર્ચ મહિનો પૂરો થવા આવી રહ્યો છે અને ટૂંક સમયમાં જ એપ્રિલ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. એપ્રિલ, 2024માં વિવિધ ઝોનમાં કૂલ 14 દિવસની રજા આવશે. જોકે, હવે તો સમય બદલાયો છે અને લોકો બેંક સંબંધિત અનેક કામ ઓનલાઈન કરવા લાગ્યા છે પણ તેમ છતાં કેટલાક એવા કામ હોય છે કે જે ઓનલાઈનને બદલે બેંકમાં જઈને જ કરવા પડે છે જેવા કે બેન્ક એકાઉન્ટ્સ ખોલનવા, લોન લેવી વગેરે વગેરે… આવતા મહેન 14 દિવસ સુધી બેંક હોલીડે આવશે જેને કારણે તમારે પણ હેરાનગતિનો સામનો કરવો પડશે અને તમારા કેટલાક મહત્ત્વના કામ પણ રોકાઈ જશે. આવો જોઈએ એપ્રિલ મહિનામાં ક્યારે ક્યારે બેંકો બંધ રહેશે… આ યાદી જોઈને જ તમે તમારા કામનું પ્લાનિંગ કરજો…
એપ્રિલ, 2024માં બેંકોમાં આ પ્રમાણે રજા રહેશે
પહેલી એપ્રિલઃ ફાઈનાન્શિયલ વર્ષના અંતમાં ક્લોઝિંગને કારણે પહેલી એપ્રિલના બેંકો બંધ રહેશે
પાંચમી એપ્રિલઃ બાબુ જગજીવન રામના જન્મદિવસ અને જમાલ અલ વિદા નિમિત્તે શ્રીનગર, જમ્મુ અને તેલંગણામાં બેંકોમાં રજા રહેશે
સાતમી એપ્રિલઃ રવિવારને કારણે બેંકો બંધ રહેશે
નવમી એપ્રિલઃ ગૂડી પાડવો, ઉગાદી, તેલુગુ નવું વર્ષ અને પહેલા નોરતાને કારણે બેલાપુર, બેંગ્લોર, ચેન્નઈ, હૈદરાબાદ, ઈમ્ફાલ, જમ્મુ, મુંબઈ, નાગપુર, પણજી અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે
દસમી એપ્રિલઃ ઈદને કારણે કોચી અને કેરળમાં બેંકો બંધ રહેશે
11મી એપ્રિલઃ ઈદ નિમિત્તે દેશભરમાં બેંકો બંધ રહેશે
13મી એપ્રિલઃ બીજા શનિવારને કારણે બેંકો બંધ રહેશે
14મી એપ્રિલઃ રવિવારને કારણે બેંકો બંધ રહેશે
15મી એપ્રિલઃ હિમાચલ દિન નિમિત્તે ગુવાહાટી અને શિમલા ઝોનમાં બેંકો બંધ રહેશે
17મી એપ્રિલઃ શ્રીરામનવમીને કારણે અમદાવાદ, બેલાપુર, ભોપાલસ ભુવનેશ્વર, ચંદીગઢ, દહેરાદુર, ગેંગટોક, હૈદરાબાદ, જયપુર, કાનપુર, લખનઉ, પટણા, રાંચી, શિમલા, મુંબઈ અને નાગપુર ખાતે બેંકો બંધ રહેશે
20મી એપ્રિલઃ ગરિયા પૂજાને કારણે આગરતલા ખાતે બેંકો બંધ રહેશે
21મી એપ્રિલઃ રવિવારને કારણે બેંકોમાં રજા રહેશે
27મી એપ્રિલઃ ચોથા શનિવારને કારણે બેંકમાં રજા રહેશે
28મી એપ્રિલઃ રવિવારને કારણે બેંકોમાં રજા રહેશે