આનંદો, આ રૂટ પર દિવાળી પહેલાં બે Vandebharat Express દોડાવવાની યોજના…
વંદે ભારત એક્સપ્રેસ (Vandebharat Express)એ ભારતીય રેલવે (Indian Railway)ની પ્રીમિયમ ટ્રેનમાંથી એક છે અને પ્રવાસીઓમાં આ ટ્રેન દિવસે દિવસે વધુ લોકપ્રિય થઈ રહી છે. હવે દિવાળી પહેલાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજને બે વધુ વંદેભારત એક્સપ્રેસની ભેટ મળવા જઈ રહી છે. પ્રયાગરાગજથી સહારનપુર અને આગ્રા માટે વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવશે. પહેલી જુલાઈથી લાગુ થનારા નવા ટાઈમ ટેબલમાં આ બે ટ્રેનોનો સમાવેશ કરવા માટે રેલવે અધિકારીઓ કસરત કરી રહ્યા છે.
આ પણ વાંચો: વંદે ભારત સ્લીપર ટ્રેન અંગે રેલવે પ્રધાનની મોટી જાહેરાત, આ તારીખ થશે ટ્રાયલ રન, જુઓ તસ્વીરો
મળી રહેલી માહિતી પ્રમાણે આ નવી વંદેભારત એક્સપ્રેસ વાયા મુરાદાબાદ, બરેલી અને લખનઊ થઈને ચલાવવામાં આવે એવી શક્યતા છે. પ્રયાગરાજથી સહારનપુર વચ્ચેનો પ્રવાસ આ નવી સેમિહાઈ સ્પીડ ટ્રેનોને કારણે આઠથી નવ કલાકમાં કાપવાની રેલવેની યોજના છે. આ નવી ટ્રેનોના કારણે પ્રવાસીઓ બંને શહેરો વચ્ચે ઓછા સમયમાં પ્રવાસ કરવાનો વિકલ્પ મળી જશે અને પ્રયાગરાજને લખનઊ માટે એક બીજી વંદેભારત પણ મળશે. હાલમાં ગોરખપુર વંદેભારત એક્સપ્રેસ વાયા લખનઊથી ચાલી રહી છે.
ગયા વર્ષે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ (Railway Minister Ashwini Vaishnav)એ આ બાબતે નિર્દેશ આપ્યા હતા. પ્રયાગરાજ-આગરા વચ્ચે વંદેભારત એક્સપ્રેસ (Prayagraj-Agra Vandebharat Express) દોડાવવામાં આવશે. આ ટ્રેન ટુંડલા, ઈટાવા, કાનપુર થઈને પ્રયાગરાજ પહોંચશે.
આ પણ વાંચો: આનંદો! આ રૂટ પર શરૂ થવા જઈ રહી છે વંદે ભારત મેટ્રો જાણો સંપૂર્ણ માહિતી
બંને વંદેભારત એક્સપ્રેસ ટ્રેન આ જ વર્ષે શરૂ કરવાની યોજના હોઈ યુદ્ધના ધોરણે કામ હાથ ધરાયું છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશને પ્રયાગરાજ સાથે જોડવામાં આ વંદેભારત એક્સપ્રેસ મહત્ત્વની ભૂમિકા ભજવશે અને પ્રવાસીઓ પાસે પણ ઓછામાં ઓછા સમયમાં બંને શહેરો વચ્ચે પ્રવાસ કરવાનો એક ઉત્તમ વિકલ્પ સાબિત થશે આ ટ્રેન.