વંદે ભારત સ્લીપર ટ્રેન અંગે રેલવે પ્રધાનની મોટી જાહેરાત, આ તારીખ થશે ટ્રાયલ રન, જુઓ તસ્વીરો
નવી દિલ્હી: મોદી સરકાર કેટલાક વર્ષોથી ભારતીય રેલવે(Indian Railway)ના આધુનિકરણ તરફ કામ કરી રહી છે. હવે ટૂંક સમયમાં ભારતીય રેલવે મંત્રાલય વંદે ભારત સ્લીપર ટ્રેન(Vande bharat sleeper train) લોન્ચ કરવા જઈ રહ્યું છે, ભારતીય રેલવે આવનાર દોઢ મહિનામાં ટ્રાયલ રન માટે બે ટ્રેન શરૂ કરી શકે છે.
દેશના રેલ્વે નેટવર્કના આધુનિકીકરણ અને કાર્યક્ષમતામાં વધારો કરવા અને વિશ્વ કક્ષાના વંદે ભારત સ્લીપર વર્ઝનના કાફલાને ઉમેરવાના સરકારના પ્રયાસોના ભાગરૂપે આ જાહેરાત કરવામાં આવી છે.
રેલ્વે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વંદે ભારત સ્લીપર વર્ઝનનું ટ્રાયલ રન 15 ઓગસ્ટ સુધીમાં શરુ થવાની અપેક્ષા છે. તેમણે કહ્યું કે “ટ્રેનના આ નાવા વેરિઅન્ટમાં વંદે ભારત બ્રાન્ડ જેના માટે જાણીતી છે તે ઝડપ અને કાર્યક્ષમતાની સાથે આરામદાયક ઊંઘની વ્યવસ્થાને જાળવી રાખવામાં આવશે, વધુ ને વધુ મુસાફરો સુધી આ સુવિધા પહોંચડવામાં આવશે.”
તેમણે કહ્યું કે મંત્રાલય 2029 સુધીમાં 200-250 વંદે ભારત સ્લીપર ટ્રેનોથી દરેક મોટા શહેરો જોડવાના પ્રયાસો કરી રહ્યું છે. ટ્રાયલ રન ઓછામાં ઓછા છ મહિના સુધી ચાલુ રહેશે. સફળ પરીક્ષણો પછી, ટ્રેનના આ સંસ્કરણના રેક્સના ઉત્પાદનમાં વધારો કરવામાં આવશે.”
સ્વદેશી રીતે વિકસિત કરવામાં આવેલી વંદે ભારત ટ્રેનો તેની હાઇ સ્પીડ અને આધુનિક સુવિધાઓ માટે જાણીતી છે, વંદે ભારત સ્લીપર ટ્રેનની કોન્સેપ્ટ તસવીરો પણ બહાર પાડવામાં આવી છે. વંદે ભારત સ્લીપર ટ્રેનમાં કંઇક આવી સુવિધાઓ મળશે.
ટ્રેનની અંદરનો નજારો તસવીરોમાં બતાવવામાં આવ્યો છે. કાચની મોટી બારીઓ ટ્રેનને પ્રીમિયમ લુક આપી રહી છે. ઉપરની બર્થ ઊંચાઈ બહુ વધારે રાખવામાં આવી નથી.
ઉપર ચઢવા માટે બનાવેલી સીડીમાં ગેપ ઓછો રાખવામાં આવ્યો છે. ઉપરાંત સીડીઓ પર કુશન પણ લગાવવામાં આવ્યા છે. આમાં પણ એક તરફ ત્રણ સીટો આપવામાં આવી છે.
સીટોનો રંગ પણ બદલવામાં આવ્યો છે. સીટનો કલર એકદમ લાઈટ બ્રાઉન રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત, લાઇટ્સ પણ ખૂબ જ ફેન્સી લગાવવામાં આવી છે.
Read more: Amarnath Yatra પૂર્વે અમિત શાહની જમ્મુ કાશ્મીરમાં ઉચ્ચ સ્તરીય બેઠક, સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે
તસ્વીર જોઈને લાગે છે કે સીટો પર લાકડાનું કામ પણ કરવામાં આવ્યું છે. તસવીરોના આધારે કહી શકાય કે આ ટ્રેનમાં 3 કેટેગરી હશે.