ભારતીય અર્થવ્યવસ્થાને 'ડેડ' કહેવા મુદ્દે સંસદમાં કેન્દ્ર સરકારે આપ્યો જવાબ | મુંબઈ સમાચાર

ભારતીય અર્થવ્યવસ્થાને ‘ડેડ’ કહેવા મુદ્દે સંસદમાં કેન્દ્ર સરકારે આપ્યો જવાબ

10-15 ટકા ટેરિફની વાત થઈ હતી, પણ દેશ હિતમાં તમામ જરુરી પગલાં લઈશુંઃ પિયૂષ ગોયલનું સંસદમાં નિવેદન

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારતની અર્થવ્યવસ્થાને મૃત ગણાવી છે. ડૉનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ભારત અને રશિયા પોતાની મૃત અર્થવ્યવસ્થાઓને સાથે મળીને સમાપ્ત કરી રહ્યા છે. મને એનાથી કોઈ ફરક પણ પડતો નથી. ડૉનાલ્ડ ટ્રમ્પના આ વિવાદાસ્પદ નિવેદને સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે.

આ નિવેદનથી એક રીતે વિશ્વમાં ખોટો સંદેશ ફેલાયો છે. જેને લઈને વાણિજ્ય પ્રધાન પિયૂષ ગોયલે લોકસભામાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આયાત પર દસથી પંદર ટકા ટેરિફની વાત થઈ હતી.

દ્વિપક્ષીય વેપાર સમજૂતી પર વાતચીત થઈ હતી. હાલમાં સરકાર પરિસ્થિતિ પર ધ્યાન રાખી રહી છે, જ્યારે ડોમેસ્ટ્રિક ઉદ્યોગોને સુરક્ષાની પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

આપણ વાંચો: ભારતની અર્થવ્યવસ્થા એ “ફ્રજાઈલ ફાઇવ” હતી આજે, દેશ વિશ્વની 5માં નંબરની અર્થવ્યવસ્થામાંની એક-કેન્દ્રિય મંત્રી મંત્રી હરદીપસિંહ પૂરી

થોડાં વર્ષોમાં ભારત બનશે ત્રીજી મોટી અર્થવ્યવસ્થા

વાણિજ્ય પ્રધાન પિયૂષ ગોયલે લોકસભામાં જણાવ્યું કે, “એક દાયકાથી પણ ઓછા સમયમાં ભારત વિશ્વની સૌથી વધુ ઝડપે આગળ વધતી અર્થવ્યવસ્થા બની ગઈ છે. આપણે પોતાના રિફોર્મ, ખેડૂતો, એમએસએમઈ અને ઉદ્યોગસાહસિકોની કઠોર મહેનતના કારણે 11મી સૌથી મોટી અર્થવ્યવસ્થાથી ટોપ-5માં આવી ગયા છીએ.

આપણે થોડાક વર્ષોમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું. આજે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને અર્થશાસ્ત્રીઓ ભારતને વૈશ્વિક અર્થવ્યવસ્થઆમાં એક ‘બ્રાઈટ સ્પૉટ’ના રૂપમાં જુએ છે. ભારત વૈશ્વિક વિકાસમાં લગભગ 16 ટકા વિકાસનો ફાળો આપે છે.

આપણ વાંચો: 2047માં ભારતની અર્થવ્યવસ્થા મારશે આટલી મોટી છલાંગઃ જાણો શું કહ્યું નીતિ આયોગે

સરકાર ટેરિફની અસરોનું પરીક્ષણ કરી રહી છે

પિયૂષ ગોયલે આગળ જણાવ્યું કે, “અમેરિકાના રાષ્ટ્રપતિએ જે ટેરિફની જાહેરાત કરી છે, સરકાર તેની અસરોનું પરીક્ષણ કરી રહી છે. વાણિજ્ય મંત્રાલય દરેક સ્ટેકહોલ્ડર્સ સાથે વાત કરીને તેની અસરોનો મૂલ્યાંકન કરી રહી છે. સરકાર દરેક પક્ષેના કલ્યાણને સર્વોચ્ચ મહત્ત્વ આપે છે. રાષ્ટ્રીય હિતને આગળ વધારવા માટે અમે જરૂરી પગલા ભરીશું.”

ભારત-અમેરિકાનો દ્વિપક્ષીય વ્યાપાર કરાર

વાણિજ્ય પ્રધાને વધુમાં જણાવ્યું કે માર્ચ 2025માં ભારત અને અમેરિકાએ એક ન્યાયપૂર્ણ, સંતુલિત અને પારસ્પરિકરૂપે લાભદાયી દ્વિપક્ષીય વ્યાપાર કરાર બીટીએ માટે વાટાઘાટો શરૂ કરી હતી.

તેનું લક્ષ્ય ઓક્ટોબર-નવેમ્બર 2025 સુધી આ કરારનો પહેલો તબક્કો પૂરો કરવાનો હતો. નવી દિલ્હી અને વોશિંગટનમાં બંને પક્ષો વચ્ચે આ અંગે ચાર વખત બેઠક તથા અનેક વર્ય્યુઅલ બેઠક પણ થઈ ગઈ છે.

આપણ વાંચો: રાહુલ ગાંધીનો સરકાર પર આકરા પ્રહાર: ‘ટ્રમ્પ સાચા છે, ભારતીય અર્થવ્યવસ્થા મરી પરવારી છે’

રાહુલ ગાંધીનું ડૉનાલ્ડ ટ્રમ્પની વાતને સમર્થન

ઉલ્લેખનીય છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ડૉનાલ્ડ ટ્રમ્પની મૃત અર્થવ્યવસ્થાવાળી વાતને સમર્થન આપ્યું છે. સાથોસાથ સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે અને આક્ષેપો કર્યા છે. રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે, મને એ વાતનો આનંદ છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફેક્ટ સામે લાવીને મૂક્યા. સમગ્ર વિશ્વ જાણે છે કે, ભારતીય અર્થવ્યવસ્થા એક મૃત અર્થવ્યવસ્થા છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button