PM Modi પછી કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન અમેરિકા જવા રવાના, નવા ટેરિફ મુદ્દે થઈ શકે ચર્ચા

નવી દિલ્હી: ભારત અમેરિકા વચ્ચે હાલ ટેરિફ સહિત અનેક મુદ્દે ચાલી રહેલા વિવાદની વચ્ચે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અમેરિકાનાં પ્રવાસે રવાના થયા છે. તેઓ 4 થી 6 માર્ચ દરમિયાન વોશિંગ્ટન ડીસીની મુલાકાતે છે. તે માટે આજે સોમવારે ભારતથી રવાના થયા હતા. આ તેમની પહેલી સત્તાવાર મુલાકાત દરમિયાન તેઓ નવા ટ્રમ્પ વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓને મળશે.
આ પણ વાંચો: Stockmarket Crashed: પીયૂષ ગોયલે કહ્યું કે રાહુલ ગાંધીના આરોપો ભ્રામક પણ…
કોની સાથે યોજાશે બેઠક?
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, પિયુષ ગોયલનાં પ્રવાસ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે, તેમની મુલાકાત દરમિયાન યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ જેમીસન ગ્રીર અને યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિક સાથે ચર્ચા થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મુલાકાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની વોશિંગ્ટન મુલાકાત દરમિયાન બંને દેશો દ્વારા કરવામાં આવેલી પ્રતિબદ્ધતા બાદ થઈ રહી છે.
આ પણ વાંચો: ઉત્તર મુંબઈમાં ટ્રાફિક જામના કાયમી ઉકેલ માટે દરખાસ્ત: પીયૂષ ગોયલ
ભારત-અમેરિકા વેપાર સંબંધો માટે મહત્વ
એ પણ ખાસ નોંધવા જેવુ છે કે આ સમય દરમિયાન, વર્ષના અંતમાં વેપાર સોદા પર ચર્ચા થઈ શકે છે, જ્યારે નવા ટેરિફના અમલીકરણની અંતિમ તારીખ પણ નજીક છે. આ મુલાકાતના પરિણામો ભારત-અમેરિકા વેપાર સંબંધો પર મોટી અસર કરી શકે છે. પિયુષ ગોયલની વાટાઘાટો દરમિયાન ભારતની પ્રાથમિકતા બાહ્ય ટેરિફ ઘટાડવાની અને દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) ને આગળ વધારવાની રહેશે.
તે ઉપરાંત અન્ય બાબતો પર પણ ચર્ચા થઈ શકે છે. પારસ્પરિક ટેરિફની હદ અને વેપાર સંતુલન અંગે ચર્ચા થઈ શકે છે, ભારત પ્રતિશોધાત્મક ટેરિફ પર આક્રમક વલણ અપનાવશે નહીં, તે ઉપરાંત ભારત ઔદ્યોગિક ઉત્પાદનો પરના ટેરિફ દૂર કરવાનો પ્રસ્તાવ મૂકી શકે છે.