નેશનલ

બોલો, ‘ડ્યૂટી ટાઈમ પૂરો થયો’ હોવાનું કહીને ફ્લાઈટને છોડીને પાઈલટ ભાગ્યો, પ્રવાસીઓને હેરાનગતિ

નવી દિલ્હીઃ ક્યારેક ઓટોરિક્ષા કે બસના ડ્રાઈવરના ડ્યૂટી ટાઈમ પછી ભાગી જવાના કિસ્સા બનતા હોય છે, પરંતુ તાજેતરમાં ડ્યૂટી ટાઈમ પૂરો થઈ ગયા પછી પાઈલટ ભાગી જવાનો ચોંકાવનારો કિસ્સો બન્યો છે.

પેરિસથી દિલ્હી આવતી એર ઈન્ડિયાની ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં સોમવારે વિચિત્ર સ્થિતિ સર્જાઈ હતી. પાઈલટ પોતાનો ડ્યૂટી સમય પૂરો થવાને કારણે જયપુરમાં ફ્લાઈટ છોડીને જતો રહ્યો હતો. પાયલોટે કહ્યું કે તેની ફરજના કલાકો પૂરા થઈ ગયા છે. ફ્લાઇટમાં સવાર ૧૮૦થી વધુ મુસાફરો જયપુર એરપોર્ટ પર નવ કલાક સુધી ફસાયા હતા. આ પછી તેમને રોડ માર્ગે દિલ્હી પહોંચાડવામાં આવ્યા હતા.

એર ઈન્ડિયાની એઆઈ-૨૦૨૨ ફ્લાઈટ રવિવારે રાત્રે ૧૦ વાગ્યે પેરિસથી દિલ્હી માટે રવાના થઈ હતી. ફ્લાઇટનો નિર્ધારિત સમય સવારે ૧૦:૩૫ વાગ્યોનો હતો, પરંતુ ખરાબ હવામાનને કારણે પ્લેન દિલ્હીમાં ઉતરી શક્યું નહોતું.

એર ટ્રાફિક કંટ્રોલની સૂચનાએ પાઈલટે ફ્લાઇટને જયપુરમાં લેન્ડ કરાવ્યું હતું, જ્યાં તે બપોર સુધી ફ્લાઈટ માટે ક્લિયરન્સની રાહ જોતો રહ્યો. ક્લિયરન્સ મેળવવામાં વિલંબ થયો હતો અને પાઇલટની ફરજનો સમય પૂરો થઈ ગયો હતો, ત્યારે તેણે ફ્લાઈટ છોડી દીધી હતી, અને ફ્લાઈટના તમામ મુસાફરોએ કોઈ સ્પષ્ટ સૂચના વિના રાહ જોવી પડી હતી.

આ પણ વાંચો : મેટ્રો-ટુ-મેટ્રો રૂટ પર એર ઈન્ડિયામાં મુસાફરી આરામદાયક બનશે! વિસ્તારા સાથે મર્જર પહેલા લેવાયો આવો નિર્ણય

ગુસ્સે ભરાયેલા મુસાફરોએ એરપોર્ટ પર હંગામો મચાવ્યો હતો અને વૈકલ્પિક ફ્લાઈટની માંગણી કરી હતી, પરંતુ એરલાઈન્સ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નહોતા. જયપુર એરપોર્ટ પર ૧૮૦થી વધુ પ્રવાસીઓ લગભગ ૯ કલાક સુધી હેરાન થયા હતા.

જોકે, આ સમયગાળા દરમિયાન, એરપોર્ટ ઓથોરિટીએ મુસાફરોનો અસંતોષ દૂર કરવા માટે તેમને ભોજન અને અન્ય સુવિધાઓ પૂરી પાડી હતી. આ પછી કેટલાક મુસાફરો પોતાના અંગત વાહનોમાં દિલ્હી જવા રવાના થયા હતા. જ્યારે કેટલાકને એરલાઈન્સ કંપની દ્વારા બસ મારફતે દિલ્હી મોકલવામાં આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button