નેશનલ

અમેરિકાથી પરત ફરેલા ભારતીયો સાથે દુર્વ્યવહાર! ફેક્ટ ચેક સામે લોકોની આપવીતી, શું છે હકીકત?

નવી દિલ્હી: અમેરિકાથી ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સના દેશ નિકાલ મામલે રાજકરણ (Deportation on Illegal Indian Migrants from USA) ગરમાયું છે. કેટલાક અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે, પરત મોકલવામાં આવેલા ભારતીય ઇમિગ્રન્ટ્સ સાથે અમરીકન એજન્સીઓએ દુર્વ્યવહાર કર્યો હતો. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, તસ્વીરોમાં જોવા મળે છે કે પ્લેનમાં બેઠેલા લોકોના હાથ અને પગ સાંકળથી બાંધવામાં આવ્યા (Handcuffed and shackled) હતાં. આ મામલે કોંગ્રેસે લોકસભામાં ચર્ચા કરવાની માંગ કરી છે. સરકારે હવે આ બાબતે સ્પષ્ટતા કરી છે પોસ્ટ પાછળની હકીકત જણાવી છે.

PIBનું ફેક્ટ ચેક:
ગઈ કાલે 104 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ સાથે યુએસ મીલીટરી વિમાન પંજાબના અમૃતસરમાં લેન્ડ થયું હતું. PIB fact checkએ ફેક્ટ સોશિયલ મીડિયા પર કરવા આવી રહેલા દાવાની તપાસ કરી હતી. ફેક્ટ ચેક બાદ જાહેર કરવામાં આવ્યું છે આ પોસ્ટ્સ સાથે શેર કરવામાં આવી રહેલી તસવીરમાં દેખાતા લોકો ભારતીય નથી. હકીકતે આ તસ્વીરો યુએસથી ગ્વાટેમાલામાં દેશનિકાલ કરાયેલા લોકોની છે.

પરત આવેલા લોકોએ શું કહ્યું:
ગઈ કાલે અમેરિકાથી પરત ફરેલા પંજાબના ગુરદાસપુર જિલ્લાના હરદોરવાલ ગામના 36 વર્ષીય જસપાલ સિંહે આપવીતી જણાવી હતી. જસપાલ સિંહે દાવો કર્યો હતો કે તેમને મુસાફરી દરમિયાન હાથકડી લગાવવામાં આવી હતી અને પગમાં સાંકળ બાંધીને રાખવામાં આવ્યા હતા. અમૃતસર એરપોર્ટ પર ઉતર્યા પછી જ તેમને છોડવામાં આવ્યા હતાં. જણાવ્યું હતું કે 24 જાન્યુઆરીએ યુએસ બોર્ડર પાર કર્યા બાદ યુએસ બોર્ડર પેટ્રોલ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.

Also read: બેક ટુ પેવેલિયનઃ ટ્રમ્પે શપથ લેતા 18,000 ગેરકાયદે ભારતીય પર તોળાતું સંકટ

તેમણે કહ્યું કે અમને લાગ્યું કે અમને કોઈ બીજા કેમ્પમાં લઈ જવામાં આવી રહ્યા છે. પછી એક પોલીસ અધિકારીએ અમને કહ્યું કે અમને ભારત લઈ જવામાં આવી રહ્યા છે. અમને હાથકડી લગાવવામાં આવી હતી અને અમારા પગમાં બેડીઓ બાંધવામાં આવી હતી.

કોંગ્રેસનું આક્રમક વલણ:
ભારતીય ઇમિગ્રન્ટ્સ સાથે ગુર્વ્યવાહાર મામલે કોંગ્રેસ સરકાર સામે આક્રમક વલણ દાખવી શકે છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીર પર કોંગ્રેસ નેતા પવન ખેરાએ પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું, “અમેરિકામાંથી ભારતીયોને હાથકડી પહેરાવીને અને અપમાનિત કરીને દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે તે જોઈને એક ભારતીય તરીકે અમને દુઃખ થાય છે.”

https://twitter.com/Pawankhera/status/1887021071913599239

તેમણે ભૂતકાળની ઘટના ઉલ્લેખ કરતા કહ્યું કે ડિસેમ્બર 2013 ની ઘટના યાદ કરો જ્યારે અમેરિકામાં ભારતીય રાજદ્વારી દેવયાની ખોબરાગડેને હાથકડી લગાવીને કપડાં ઉતારીને તેમની તપાસ કરવામાં આવી હતી. ત્યારે વિદેશ સચિવ સુજાતા સિંહે અમેરિકી રાજદૂત નેન્સી પોવેલ સમક્ષ આકરો વિરોધ નોંધાવ્યો. યુપીએ સરકારે આ અંગે તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. મીરા કુમાર, સુશીલ કુમાર શિંદે અને રાહુલ ગાંધી જેવા નેતાઓએ ભારતની મુલાકાતે આવેલા યુએસ કોંગ્રેસના પ્રતિનિધિમંડળ (જ્યોર્જ હોલ્ડિંગ, પીટ ઓલ્સન, ડેવિડ શ્વેઇકર્ટ, રોબ વુડોલ અને મેડેલીન બોર્ડાલો) ને મળવાનો ઇનકાર કર્યો હતો.

તેમણે આગળ લખ્યું કે ડૉ. મનમોહન સિંહે અમેરિકાના આ પગલાને નિંદનીય ગણાવ્યું. ભારત સરકારે યુએસ દૂતાવાસને આપવામાં આવેલી ઘણી સુવિધાઓ પાછી ખેંચી લીધી હતી. જોન કેરીએ દેવયાની ખોબરાગડે સાથે થયેલા વર્તન બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું. અમેરિકન વહીવટીતંત્રે વિદેશ સચિવ સુજાતા સિંહને ફોન કરીને અમેરિકા વતી દિલગીરી વ્યક્ત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button