નેશનલ

Petrol, Diesel Price Hike: સરકારે પેટ્રોલ અને ડીઝલ 3 રૂપિયા મોંઘું કર્યું, નવા દર લાગુ થયા

બેંગલૂરુઃ સામાન્ય લોકોને આંચકો લાગે એવા સમાચારમાં કર્ણાટકમાં રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લિટર દીઠ આશરે ત્રણ રૂપિયાનો તોતિંગ વધારો ઝિંકી દીધો છે.

હવે લોકોએ બાઇક અને કારની પેટ્રોલ અને ડીઝલની ટાંકી ભરવામાં વધુ પૈસા ખર્ચવા પડશે. બેંગલૂરુમાં હવે પેટ્રોલની કિંમત વધીને 102.85 રૂપિયા પ્રતિ લીટર થશે જ્યારે ડીઝલની કિંમત 88.93 રૂપિયા પ્રતિ લીટર થશે.

બેંગલુરુમાં પેટ્રોલ 99.84 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 85.93 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું હતું.

કર્ણાટક સરકારે તાત્કાલિક અસરથી પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ વધારવાની જાહેરાત કરી હતી.

રાજ્ય સરકારની સૂચના અનુસાર, પેટ્રોલ પર કર્ણાટક સેલ્સ ટેક્સ (KST) 25.92 ટકાથી વધારીને 29.84 ટકા અને ડીઝલ પર 14.3 ટકાથી વધારીને 18.4 ટકા કરવામાં આવ્યો છે.

નાણા વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ નાણાકીય વર્ષમાં ઈંધણના ઊંચા ભાવથી સરકારી તિજોરીમાં રૂ. 2,500 કરોડથી રૂ. 2,800 કરોડની વચ્ચે આવક થવાની ધારણા છે.

નોંધનીય છે કે વિધાન સભાની ચૂંટણી વચનોમાં કર્ણાટક સરકારે બુટ્ટી ભાગ્ય, ગૃહલક્ષ્મી, મહિલાઓને સરકારી બસમાં મફત પ્રવાસ વગેરે જેવી વિવિધ યોજનાઓ લાગુ કરવાની જાહેરાત કરી હતી.

હવે આ બધી યોજનાઓમાં જ સરકારી તિજોરી ખાલી થઇ જાય છે અને રાજ્યના વિકાસ માટે કંઇ બચતું જ નથી, જેને કારણે રાજ્ય સરકારે આવક ઊભી કરવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો હતો.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button