નેશનલ

લાહોરમાં પાળેલા સિંહે બે બાળકો સહિત ત્રણ જણ પર કર્યો હુમલો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ…

લાહોર, પાકિસ્તાનઃ લાહોરના એક રહેણાંક વિસ્તારોમાં સિંહ આવી જતા દોડધામ મચી ગઈ હતી. સિંહે રસ્તામાં ચાલતી એક મહિલા અને તેના બે બાળકો પર હુમલો પણ કર્યો હતો. આ પાળતું સિંહ હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટના ત્યા લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વાયરલ વીડિયો પ્રમાણે સિંહ એક દિવાલ કૂદીને આવે છે અને મહિલા પર હુમલો કરી દીધો હતો. આ સમગ્ર ઘટના ગુરૂવારે રાત્રે બની હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના મામલે વિગતો આપતા પોલીસે જણાવ્યું હતું કે, સિંહે મહિલા અને તેના બાળકો પર હુમલો કર્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ત્રણેય પીડિતોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યારે તેમને ઈજાઓ થઈ હતી, તેમની હાલતમાં સુધાર આવ્યો હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.

હુમલા મામલે મહિલાના પતિએ સિંહના માલિક પર લગાવ્યો આરોપ
સિંહે મહિલા અને બાળકો પર હુમલો કર્યો તે મામલે મહિલાના પતિએ આરોપ લગાવ્યો છે કે સિંહનો માલિક, અવાજ સાંભળીને ઘરની બહાર આવ્યો હતો પરંતુ પરિસ્થિતિ વિશે ચિંતિત થવાને બદલે તેના સિંહને રસ્તા પર લોકો પર હુમલો કરતા જોઈને ખુશ થયો હતો. આ સિંહ પાળતું હતો તેણે મહિલા પર હુમલો કર્યો પરંતુ તેના માલિકે સિંહને કાબૂમાં લીધો નહોતો. જેથી મહિલાના પતિએ આ વ્યક્તિ સામે કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે.

આ સમગ્ર મામલે પોલીસે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી
કાર્યવાહીની વાત કરવામાં આવે તો, માલિક શંકાસ્પદો સિંહને પોતાની સાથે લઈને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. ઘટનાના 12 કલાકની અંદર તેમની ધરપકડ કરવામાં આવી હતી. અત્યારે તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનામાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ પોલીસે 11 મહિનાના સિંહને પણ પકડી લીધો છે અને તેને યોગ્ય સંભાળ માટે સ્થાનિક વન્યજીવન ઉદ્યાનમાં ખસેડ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button