નેશનલ

સાકર હરિ પર ફૂટ્લો લોકોનો ગુસ્સો, કર્યો હોર્ડિંગ્સ પર પથ્થરમારો

યુપીના હાથરસમાં બુધવારે બપોરે ભોલે બાબાના સત્સંગમાં મચેલી ભાગદોડમાં 121 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 150થી વધુ લોકો ઘાયલ થયા હતા. કાસગંજ જિલ્લામાંથી સત્સંગમાં ગયેલા 10 લોકોએ જીવ ગુમાવ્યા. જ્યારે આઠ લોકો ઘાયલ થયા છે. લોકો તેમના પ્રિયજનોના મૃત્યુને ભૂલી શકતા નથી.

પોતાના પરિવારજનોના મૃત્યુ યાદ આવતા જ લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો અને તેમણે મેદાનમાં લગાવેલા બાબાના હોર્ડિંગ્સ અને બેનરો પર પથ્થરોનો વરસાદ કરી પોતાનો ગુસ્સો કાઢ્યો હતો. કદાચ આ રીતે ગુસ્સો કાડીને પણ તેમના મનને થોડી શાંતિ મળે. હવે તેમને બાબા માટે શ્રદ્ધા નથી રહી. તેમને બાબા પર ગુસ્સો છે.

આ પણ વાંચો : ધર્મના નામ પર ધંધો-Hathras દુર્ઘટના પર બોલ્યા સંજયસિંહ, સંજય રાઉતે કહ્યું સત્સંગ પર કોઈનું નિયંત્રણ નહિ

કાસગંજ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાયદા વિભાગના કાર્યાલયમાં, વકીલોએ એક બેઠકનું આયોજન કર્યું અને હાથરસમાં ભોલે બાબાના સત્સંગ દરમિયાન નાસભાગમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. ભોલે બાબા સામે કેસ નોંધવાની પણ માંગ કરવામાં આવી હતી. કાસગંજ બાર એસોસિએશને હાથરસ સત્સંગમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી.તેમણે એક દિવસ માટે કામકાજ બંધ રાખ્યું હતું અને મૃતકોની આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળ્યું હતું.

અહીંના વિદ્યાર્થીઓએ પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. અહીંની આઝાદ ગાંધી ઈન્ટર કોલેજમાં શોકસભા યોજવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. તેમણે મૃતકોને શ્રધ્ધાંજલિ આપી હતી અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. માયા દેવી શાળામાં યોજાયેલી શોકસભામાં પણ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
અહીંના વેપારી સંગઠને પણ મૃતકો માટે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે નાસભાગમાં જીવ ગુમાવનારાઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને ઈજાગ્રસ્ત ભક્તોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button