CAA અન્વયે 14 લોકોને મળ્યું ભારતનું નાગરિકત્વ, વિદેશ મંત્રાલયે આપ્યા સર્ટિફિકેટ
નવી દિલ્હીઃ નાગરિકતા (સંશોધન) નિયમ (સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ-CAA), 2024 લાગુ કરવામાં આવ્યા પછી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી હિંદુ, શિખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ સમુદાયના લોકો તરફથી ભારત નાગરિકતા માટે અરજી મળી હતી.
નાગરિકા સંસોધન કાનૂન અન્વયે 14 લોકોને ભારતનું નાગરિકત્વ આપ્યું છે, એમ વિદેશ મંત્રાલયે આજે માહિતી આપી છે. મંત્રાલયવતીથી જણાવ્યું છે કે સીએએ અન્વયે 14 લોકોને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Aditya-L1 અને Chandrayaan-2 ઓર્બિટરે Solar Flaresની ઘટના કેપ્ચર કરી, જાણો આ ખગોળીય ઘટના વિષે
સીએએની સૂચના જારી કરવામાં આવ્યા પહેલી વખત નાગરિકત્વના પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ નવી દિલ્હીમાં અમુક અરજદારોને નાગરિકત્વના પ્રમાણપત્ર આપ્યા હતા. આ સમયગાળા દરમિયાન કેન્દ્રીય ગૃહ સચિવે અજય કુમાર ભલ્લાએ પ્રમાણપત્ર આપતા અભિનંદન પાઠવ્યા હતા.
ભારત સરકારે અગિયારમી માર્ચ 2024માં સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ 2024 જારી કર્યો હતો. આ નિયમોમાં અરજી કરવાની રીત, જિલ્લાસ્તરીય સમિતિવતીથી અરજી આગળ કરવાની પ્રક્રિયા તેમ જ રાજ્યસ્તરે અધિકાર પ્રાપ્ત સમિતિ વતીથી અરજીઓની તપાસ અને નાગરિકતા આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
નવા નિયમો લાગુ પડયા પછી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી હિંદુ, શિખ, જૈન, બૌદ્ધ, પારસી અને ઈસાઈ સમુદાય સંબંધિત લોકો તરફથી અરજીઓ મળી હતી, જ્યારે આ લોકો 31 ડિસેમ્બર 2014 સુધીમાં ભારત આવી ગયા હતા.