બિહારના રાજકીય ભૂકંપની લોકોએ સોશિયલ મીડિયા પર લીધી મજા! ‘પલટુરામ’ના આ મીમ્સ થયા વાયરલ
આજે બિહારમાં થયેલી રાજકીય ઉથલપાથલની સોશિયલ મીડિયામાં લોકોએ ભારે મજા લીધી છે. આખા દિવસ દરમિયાન નીતીશકુમાર પર બનેલા અનેક ફની મીમ્સ વાયરલ થયા હતા.
વારંવાર સત્તા પરિવર્તન કરવાને કારણે સોશિયલ મીડિયા પર લોકો નીતીશકુમારને ‘પલટુરામ’ કહીને સંબોધી રહ્યા છે. એક યુઝરે X પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં 2 મહિલાઓ ગીત ગાઇ રહી છે, અને ગીતના બોલ છે, “એક હમારે પલટુરામ, 100સે જ્યાદા ઉનકે ધામ..” વીડિયો શેર કરનારે તેના કેપશનમાં લખ્યું છે કે નીતીશકુમારને બેનકાબ કરી દીધા..
અન્ય એક યુઝરે નીતીશકુમારના ફોટા સાથે ફની મીમ શેર કરતા લખ્યું હતું કે “મેં સત્તા મેં આતા હૂં, સમજ મેં નહી!” આમાં સલમાન ખાનની ફિલ્મ કિકના ડાયલોગ “મેં દિલમેં આતા હૂં સમજમેં નહીં” પરથી આ યુઝરે પ્રેરણા લીધી હોય તેવું લાગી રહ્યું છે.
જો કોઇ વ્યક્તિને નોકરી બદલવી હોય તો સ્વાભાવિક છે બીજી કંપનીનો ઓફર લેટર હાથમાં આવી ગયા બાદ જ તે રાજીનામું આપે, આ જ વાત પર એક મીમમાં લખવામાં આવ્યું હતું કે જો તમારી પાસે ઓફર લેટર હોય તો રાજીનામું આપવાની મજા જ અલગ છે.
વળી એક યુઝરે તો મહારાણી વેબ સિરીઝનો ડાયલોગ ચિપકાવી દીધો! “ધીસ ઇઝ બિહાર.. જબ આપકો લગેગા કે આપ બિહાર કો સમજ ગયે હૈ, બિહાર આપકો ઝટકા દે દેતા હૈ..!” આ મીમ પણ ઘણું વાયરલ થઇ રહ્યું છે.