Pema Khandu: પેમા ખાંડુએ સતત ત્રીજી વખત અરુણાચલના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા | મુંબઈ સમાચાર

Pema Khandu: પેમા ખાંડુએ સતત ત્રીજી વખત અરુણાચલના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા

ઇટાનગર: વિધાનસભા ચૂંટણી બાદ અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન(Arunachal pradesh CM) તરીકે પેમા ખાંડુ(Pema Khandu)એ શપથ લીધા છે, આજે ગુરુવારે ઇટાનગર(Itanagar)ના ડીકે સ્ટેટ કન્વેન્શન સેન્ટરમાં એક સમારોહમાં પેમા ખાંડુએ આજે સતત ત્રીજી વખત અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. તેમની સાથે બીજેપીના ચૌના મેઈને બીજી ટર્મ માટે નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા.

અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ કેટી પરનાયકે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, જેપી નડ્ડા, કિરેન રિજિજુ, આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા અને અન્ય મહાનુભાવોની હાજરીમાં પેમા ખાંડુ અને અન્ય 11 પ્રધાનોને શપથ લેવડાવ્યા હતા.

ખાંડુ અને મેઈન સિવાય અન્ય દસ કેબિનેટ પ્રધાનોમાં બિયુરામ વાહગે, ન્યાતો દુકામ, ગેબ્રિયલ ડેનવાંગ વાંગસુ, વાંગકી લોવાંગ, પાસાંગ દોરજી સોના, મામા નાટુંગ, દસાંગલુ પુલ, બાલો રાજા, કેન્ટો જીની અને ઓજિંગ તાસિંગનો સમાવેશ થાય છે.

બુધવારે અરુણાચલ પ્રદેશમાં બીજેપી વિધાયક દળના નેતા તરીકે પેમા ખાંડુને ચૂંટવામાં આવ્યા હતા. આ પછી, અરુણાચલ પ્રદેશના ગવર્નર લેફ્ટનન્ટ જનરલ કેટી પરનાયકે ખાંડુને સરકાર રચવા આમંત્રણ આપ્યું.

પેમા ખાંડુ શરૂઆતમાં કોંગ્રેસ પક્ષ સાથે હતા, તેઓએ 2016માં સૌપ્રથમ અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા હતા. થોડા મહિનાઓ પછી, તેઓ, લગભગ તમામ કોંગ્રેસના વિધાનસભ્યો સાથે, પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલમાં જોડાયા અને બીજી સરકાર બનાવી. જો કે, ડિસેમ્બર 2016 માં, PPAએ ખાંડુને હાંકી કાઢ્યા હતા, ત્યાર બાદ તેઓ ભાજપમાં જોડાયા. 2019 વિધાનસભા ચૂંટણીમાં કુલ 60 બેઠકોમાંથી 41 બેઠકો જીતીને ભાજપે સરકાર બનાવી, 9 મે, 2019 ના રોજ ભાજપના નેતા તરીકે પમા ખાંડુંએ બીજી વખત મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા.

સંબંધિત લેખો

Back to top button