નેશનલ

કાશ્મીરમાં PDPને લાગ્યો ઝટકોઃ પક્ષના પૂર્વ નેતાની ભાજપમાં Entry

જમ્મુઃ જમ્મુ અને કાશ્મીરમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના ભૂતપૂર્વ નેતા અર્શીદ મહમૂદ ખાન બુધવારે અહીં તેમના ઘણા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. ભારતીય જનતા પાર્ટી જમ્મુ અને કાશ્મીર એકમના પ્રમુખ રવિન્દર રૈના અને અન્ય કેટલાક નેતાઓએ અર્શીદ મહમૂદ ખાન અને તેમના સમર્થકોનું ભાજપમાં સ્વાગત કર્યું હતુ.

ખાન નૌશેરાના દાંડેસર ગામમાંથી ત્રણ વખત સરપંચ રહી ચૂક્યા છે. આ પ્રસંગે જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન કવિન્દર ગુપ્તા પણ હાજર રહ્યા હતા. પીડીપીના પૂર્વ નેતા ખાને રાજૌરી જિલ્લાના નૌશેરા મતવિસ્તારમાંથી 2008ની વિધાનસભા ચૂંટણી લડી હતી પરંતુ તેઓ હારી ગયા હતા.

ખાન ભાજપમાં જોડાયા બાદ રૈનાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ભાજપ કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની જાહેરાત કરવી એ ચૂંટણી પંચનો વિશેષાધિકાર છે, પરંતુ અમે કોઇ પણ ચૂંટણી માટે તૈયાર છીએ. રૈનાએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 20 ફેબ્રુઆરીએ કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાત દરમિયાન જમ્મુમાં એક રેલીને સંબોધિત કરશે.

તેમણે કહ્યું હતું કે મોદીએ જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે તિજોરી ખોલી છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં શાંતિ અને ભાઈચારાની પુનઃસ્થાપના એ લોકોને તેમની સૌથી મોટી ભેટ છે. તેમણે ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ સુનિશ્ચિત કર્યું છે અને સમાજના તમામ વર્ગોને ન્યાય આપ્યો છે. બીજેપી પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે “જે પણ પાર્ટીમાં આવશે, અમે તેમનું દિલથી સ્વાગત કરીશું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button