
Paytm ફાસ્ટેગને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેની અસર 2 કરોડ યૂઝર્સને થશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા ફાસ્ટેગ યુઝર્સ માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. NHAI એ માત્ર 32 બેંકોને ફાસ્ટેગ ખરીદવાની અપીલ કરી છે. આમાં Paytm પેમેન્ટ્સ બેંકનું નામ સામેલ નથી. Paytm FASTag વપરાશકર્તાઓએ હવે એક નવો FASTag ખરીદવો પડશે, કારણ કે Paytm પેમેન્ટ્સ બેંક હવે FASTag સુવિધાઓ પ્રદાન કરવા માટે નોંધાયેલ નથી.
IHMCLએ કહ્યું છે કે ફાસ્ટેગ માત્ર 32 બેંકો પાસેથી ખરીદવાનું રહેશે. આમાં Paytm પેમેન્ટ્સ બેંકનું નામ સામેલ કરવામાં આવ્યું નથી. FASTag ખરીદવા માટે Paytm પેમેન્ટ્સ બેંકને લિસ્ટમાંથી હટાવી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે લોકોએ Paytm ટેગ મેળવ્યા છે તેઓએ તેને સરેન્ડર કરવું પડશે અને રજિસ્ટર્ડ બેંકમાંથી નવા ટેગ ખરીદવા પડશે. RBIએ Paytm Fastag અંગે કહ્યું હતું કે 29 ફેબ્રુઆરી પછી તેનો ઉપયોગ કરી શકાશે નહીં. એટલે કે જો તમારી પાસે Paytm ફાસ્ટેગ છે તો તમે 29 ફેબ્રુઆરી સુધી તેનો ઉપયોગ કરી શકો છો. આ પછી ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ રહેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર Paytm Fastag યૂઝર્સ પછી તેમના ટેગને સરન્ડર કરી શકે છે અને અન્ય બેંકમાંથી ટેગ ખરીદી શકે છે.
ફાસ્ટેગ્સ માટે નોંધાયેલ બેંકોમાં એરટેલ પેમેન્ટ્સ બેંક, અલ્હાબાદ બેંક, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક, એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા, બેંક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, સિટી યુનિયન બેંક, કોસ્મોસ બેંક, ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક, ફેડરલ બેંક, ફિનો પેમેન્ટ્સ બેંક, HDFC બેંક, ICICI બેંક, IDBI બેંક, IDFC ફર્સ્ટ બેંક, ઇન્ડિયન બેંક, ઇન્ડસઇન્ડ બેંક, J&K બેંક, કર્ણાટક બેંક, કરુર વૈશ્ય બેંક, કોટક મહિન્દ્રા બેંક, નાગપુર નાગરિક સહકારી બેંક, પંજાબ નેશનલ બેંક, સારસ્વત બેંક , સાઉથ ઇન્ડિયન બેંક, ભારતીય સ્ટેટ બેંક, થ્રિસુર જિલ્લા સહકારી બેંક, યુકો બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને યસ બેંકનો સમાવેશ થાય છે.
છેલ્લા ઘણા દિવસોથી પેટીએમ શેર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં આ સ્ટોક 21 ટકાથી વધુ ઘટ્યો છે. જોકે, શુક્રવારે પેટીએમ શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. આજે Paytmનો શેર 0.20% વધીને રૂ. 325.70 પર ટ્રેડ થઈ રહ્યો છે.