નેશનલ

હેં, પવન કલ્યાણ નથી પવન કલ્યાણનું પૂરું નામ?!

લોકસભા ચૂંટણી-2024 એકદમ રસાકસી ભરી રહી હતી, કારણ કે આ ચૂંટણીમાં બોલીવૂડથી લઈને ભોજપૂરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક સ્ટાર્સે ઝંપલાવ્યું હતું. હેમા માલિનીથી લઈને કંગના રનૌત સુધી અને રવિ કિશન સહિત અને સ્ટાર્સે પોતાનું નસીબ અજમાવ્યું હતું અને જિત હાંસિલ કરી હતી. આ બધા સેલેબ્સમાંથી કેટલાક સેલેબ્સ માટે રાજકારણમાં પ્રવેશ નવો નવો હતો તો કેટલાક લોકો માટે આ જૂની વાત હતી. પરંતુ આ ઈલેક્શન સિઝનમાં સૌથી વધુ ચર્ચા કોઈ નામની થઈ હોય તો તે છે તેલુગુ સુપરસ્ટાર પવન કલ્યાણની.

આ પણ વાંચો: ચોથી વખત આંધ્રપ્રદેશના CM બન્યા ચંદ્રાબાબુ, પવન કલ્યાણ D.CM

પવન કલ્યાણે આંધ્રપ્રદેશ વિધાનસભામાં પિથાપુરમ સીટથી ચૂંટણીમાં ઝંપલાવ્યું અને જિત હાંસિલ કરી હતી. જન સેનાના અધ્યક્ષ પવન કલ્યાણે આ ચૂંટણીમાં વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીની હરીફ ઉમેદવાર વંગા ગીતાને 70,000 કરતાં વધુ વોટથી પરાજિત કરી હતી. ફિલ્મી દુનિયામાં અભિનયથી જાદુ ફેલાવનાર સુપરસ્ટારની આ પહેલી રાજકીય જિત છે. પવન કલ્યાણ આંધ્રપ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન બની ગયા છે.

પવન કલ્યાણ સાઉથ ઈન્ડિય ફિલ્મ ઈનસ્ટ્રીના એક જાણીતા સ્ટાર છે અને એ વાત બધા જ જાણે છે પણ શું તમને પવન કલ્યાણનું પૂરું નામ ખબર છે? કદાચ નહીં. ચાલો આજે તમને એના વિશે જણાવીએ. પવન કલ્યાણનું પૂરું નામ કોનિડેલા કલ્યાણ બાબુ છે અને તેમને તેલુગુ ફિલ્મના પાવર સ્ટાર તરીકે ઓળખલામાં આવે છે. તે સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીના નાના ભાઈ અને રામ ચરણના કાકા છે.

આ પણ વાંચો: ભાઈ ભાઈઃ આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન અને ચિરંજીવીના પ્રેમ વિશે જાણો છો

વાત કરીએ પવન કલ્યાણની પર્સનલ લાઈફ વિશે તો તેમણે ત્રણ લગ્ન કર્યા છે, તેમની પહેલી પત્નીનું નામ નંદિની છે. પવન અને નંદિનીએ 1997માં લગ્ન કર્યા અને 2008માં બંને જણ છુટા પડી ગયા. 2009માં પવન કલ્યાણે રેનુ દેસાઈ સાથે ત્રીજા લગ્ન કર્યા, પણ આ લગ્ન ત્રણ વર્ષ પણ ચાલી શક્યા નહીં અને 2012માં બંનેના છુટાછેડા થઈ ગયા. રેનુથી ડિવોર્સ લીધા બાદ 2013માં પવન કલ્યાણે અન્ના લેજનેવા સાથે લગ્ન કર્યા હતા. સંતાનોની વાત કરીએ તો તેમને પહેલાં લગ્નથી કોઈ બાળક નથી, જ્યારે બીજી પત્ની રેનુથી એક દીકરો અકીરા અને દીકરી આધ્યા છે અને ત્રીજી અને વર્તમાન પત્નીથી પણ તેમને એક દીકરો અને ત્રીજી પત્નીના પહેલાં લગ્ન અક દીકરી છે જેને પવન કલ્યાણ પોતાની સગી દીકરીની જેમ જ રાખે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button