બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા માટે આંધ્ર પ્રદેશના ડેપ્યુટી સીએમએ યુએનને કરી અપીલ
બાંગ્લાદેશમાં પરિસ્થિતિ ઘણી સ્ફોટક છે. હિંદુઓ અને અન્યસંવેદનશીલ લઘુમતીઓ સામેની હિંસા પૂરી થવાનું નામ જ નથી લઇ રહી. રોજ બાંગ્લાદેશમાં હિંસાની નવી નવી તસવીરો અને સમાચાર આવ્યા કરે છે અને કેટલાક વીડિયો પણ વાયરલ થયા છે. હવે આ મામલે ભારતીય રાજનેતાઓના નિવેદનો પણ આવવા માંડ્યા છે. હવે આ મામલે આંધ્ર પ્રદેશના આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન અને જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણે પણ નિવેદન આપ્યું છે અને તેમણે હિંદુઓ અને અન્ય લઘુમતિઓ પર થઇ રહેલા અત્યાચાર અને હિંસા પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું છે કે બાંગ્લાદેશમાં હિંદુ, ખ્રિસ્તી, બોદ્ધ, અહેમદિયા વગેરે લઘુમતિઓને લક્ષ્ય બનાવીને કરવામાં આવી રહેલી હિંસા ખૂબ જ ગંભીર છે.
બાંગ્લાદેશમાં વધતી અશાંતિ અને લઘુમતિઓની હિંસાના મામલે પવન કલ્યાણે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ ( UNHRC) ને બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય સંવેદનશીલ લઘુમતીઓનું રક્ષણ કરવા માટે ઉગ્ર અપીલ કરી છે.
અભિનેતામાંથી રાજકારણી બનેલા પવન કલ્યાણે હિંદુઓ , ખ્રિસ્તીઓ , બૌદ્ધો અને અહમદિયા મુસ્લિમ સમુદાયની સુરક્ષા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતા આ મામલે આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની પણ વિનંતી કરી હતી.
કલ્યાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, “હું @UNHuman Rights @UN_HRC અને ભારતમાં બાંગ્લાદેશ હાઈ કમિશનને તાત્કાલિક જરૂરી પગલાં લેવા અને બાંગ્લાદેશમાં શાંતિ અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે વિનંતી કરું છું,”
જનસેનાના વડા પવન કલ્યાણે બાંગ્લાદેશમાંથી બહાર આવતા હિંસાના વીડિયો અને અહેવાલો પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ અહેવાલોને તેમણે “હૃદયસ્પર્શી અને ચિંતાજનક” તરીકે વર્ણવ્યા હતા. તેમણે બાંગ્લાદેશ કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા પ્રદિપ ભૌમિકના કથિત હેકિંગ અને હિંદુ મંદિરોની તોડફોડને લઘુમતીઓ દ્વારા સામનો કરવામાં આવતા ગંભીર જોખમોના પુરાવા ગણાવ્યા હતા. કલ્યાણે બાંગ્લાદેશમાં તમામ લઘુમતીઓની સલામતી, સુરક્ષા અને સ્થિરતા માટે પ્રાર્થના સાથે તેમનું નિવેદન સમાપ્ત કર્યું હતુ.
બાંગ્લાદેશ મામલે અવાજ ઉઠાવવામાં બસપા પ્રમુખ માયાવતી પણ છે. માયાવતીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી હિંદુ સમાજ અને અન્ય અલ્પસંખ્યકો સામે થઇ રહેલો હિંસાચાર નિંદનીય અને ચિંતાજનક છે. તેમણે મોદી સરકારને બહુ મોડુ થઇ જાય એ પહેલા આ મામલો ગંભીરતાથી લેવા અને યોગ્ય પગલા ભરવા વિનંતી કરી હતી
Also Read –