પટનામાં વિદેશી મહિલા સાથે બસ ડ્રાઈવરે આચર્યું દુષ્કર્મ! પોલીસ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી…

પટનાઃ બિહારની રાજધાની પટનામાં એક વિદેશી મહિલા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મહિલા મૂળ નેપાળની રહેવાસી છે. પોતાની સાવકી માતાથી પરેશાન થઈને ઘરેથી ભાગીને ભારતમાં આવી હતી. આ નેપાળી મહિલાને પટના જંક્સન પર એક બસ ડ્રાઈવર મળે છે.
નોકરી અપાવવાની લાલચ આપીને બસ ડ્રાઈવર આ મહિલાને પોતાની સાથે લઈ જાય છે. એટલું જ નહીં પરંતુ બે દિવસ સુધી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ સમગ્ર મામલે મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અત્યારે આરોપી બસ ડ્રાઈવરની શોધ કરી રહી છે.
નેપાળી મહિલા સાથે પટનામાં થયું દુષ્કર્મ
આ કેસમાં પોલીસે જણાવ્યું કે, બુધવારે એક નેપાળી મહિલા પોલીસ સ્ટેશન આવી હતી. આ મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે પોતાના સાવકી માતાના ત્રાસથી કંટાળીને ઘરેથી ભાંગી ગઈ હતી. પહેલા તે સિલુગુડી ગઈ હતી બાદમાં તે પટના જંક્શન પહોંચી હતી. પટના આવી ત્યારે આ વ્યક્તિ સાથે તેની મુલાકાત થઈ હતી. તે વ્યક્તિ પ્રાઈવેટ બસમાં મહિલાને સાથે લઈ ગયો હતો. યુવતીએ કહ્યું કે, તે નોકરી શોધી રહી છે.
ત્યારબાદ બસ ડ્રાઈવરે તેને નોકરી આપવાનું વચન આપ્યું અને તેને પોતાની સાથે લઈ ગયો. ત્યારબાદ તે બે દિવસ સુધી તેનું દુષ્કર્મ કરતો રહ્યો હતો. જો કે, બાદમાં કેટલાક લોકોની મદદ મળી ત્યારે તે પોલીસ સ્ટેશન ગઈ ફરિયાદ નોંધાવી છે કે, તેની સાથે દુષ્કર્મ કર્યું છે. જેથી પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી દીધી છે.
પોલીસે આ ઘટના અંગે શું વિગતો આપી?
મહિલા સાથે દુષ્કર્મ ગુજારના વ્યક્તિ એક પ્રાઈવેટ બસનો ડ્રાઈવર છે. તે વ્યક્તિ મહિલાને અલગ અલગ જગ્યાએ લઈ ગયો હોવાનું પણ તેણે જણાવ્યું છે. પોલીસે પીડિતાની ફરિયાદ નોંધી લીઘી છે અને આરોપીને ઝડપી પાડવામાં માટે તાપસ શરૂ કરી છે. અત્યારે એફએસએલની ટીમને બોલાવીને મહિલાને મેડિકલ તપાસ માટે મોકલી છે. એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો…પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો! સગી દીકરી પર દુષ્કર્મ આચરનાર નરાધમી પિતાને ફાંસીની સજા…