પટનામાં હૃદયદ્રાવક ઘટના: માસૂમ બાળકોને જીવતા સળગાવાયા, પરિવાર ન્યાય માટે આજીજી…

પટના: દેશમાં ગુનાખોરીના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે, તેમાંય વળી બિહારના પાટનગર પટનામાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે. ઘરમાં બે માસૂમ બાળકોને જીવતા સળગાવી દેવાયા અહેવાલથી રાજ્યમાં ચકચાર જગાવી છે.
બાળકોને કોને સળગાવ્યા?
પટનાના જાનીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના નગવા ગામમાં એક દંપતી રહેતું છે. દંપતીમાં લાલન કુમાર પટના ચૂંટણી પંચ તથા શોભા દેવી એઈમ્સમાં નર્સ તરીકે ફરજ બનાવે છે. આ દંપતીને અંજલી (ઉ.14) અને અંશુ (ઉ. 12) નામના બે સંતાનો હતા. આજે બપોરે આ બંને બાળકો શાળાએથી પાછા ઘરે આવ્યા ત્યારે એક દુર્ઘટના બની હતી. અજાણ્યા શખ્સોએ બંને બાળકોને જીવતા સળગાવી દીધા હતા. બંને બાળકોના મૃત્યુની વાત સાંભળીને પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

પિતા લાલન કુમાર ગુપ્તાએ મીડિયાને જણાવ્યું કે, “હું ડ્યુટી પર હતો, શોભા 2:30 વાગ્યે ઘરે પહોંચી ત્યારે બાળકોએ દરવાજો ખોલ્યો નહોતો. અંદરથી દુર્ગંધ આવી રહી હતી. ત્યાર બાદ શોભાએ મને ફોન કર્યો હતો. હું ઘરે પહોંચ્યો, જ્યાં જઈને જોયું તો બેડ પર બાળકો સળગેલી હાલતમાં જોવા મળ્યા હતા.
પોલીસ ગુનેગારોની આજે પકડે
લાલન કુમારે આગળ જણાવ્યું કે, “બપોરે 12 વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી હતી. ઘટનાના અડધા કલાક બાદ પોલીસ ઘરે પહોંચી હતી. 2-3 લોકોએ મળીને કશું કર્યું છે. જો આગ લાગી હોત તો બાળકો શોર મચાવતા, પરંતુ એવું કશું થયું નહી. બંનેની હત્યા કરીને સળગાવ્યા છે. રૂમ અંદરથી બંધ હતો. મેઇન ગેટ ખુલ્લો હતો. પોલીસ ગુનેગારોની આજે જ ધરપકડ કરે.” સ્થાનિકોએ પણ આરોપ લગાવ્યો છે કે કેટલાક દબંગ લોકોએ ઘરમાં જાણીજોઈને આગ લગાવી હતી.
પોલીસે શરૂ કરી તપાસ
બાળકોના થયેલા હત્યાકાંડને લઈને લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. લોકો રસ્તા પર ઉતરી આવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને બંને બાળકોના ગુનેગારોને પકડીને સજા કરવાની માંગ કરી રહ્યા છે. જાનીપુર પોલીસે આ હત્યાકાંડની તપાસ શરૂ કરી દીધી છે. એફએસએલ તથા ડોગ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. એફએસએલની ટીમે પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે. એફએસએલની ટીમના રિપોર્ટ બાદ આગ લાગવાનું સાચું કારણ સામે આવશે.