પટનામાં જાહેરમાં હત્યા: જમીન વિવાદમાં યુવકને ગોળી મારી, મૃતકના પિતાનો નીતિશ કુમાર પર આરોપ | મુંબઈ સમાચાર
નેશનલ

પટનામાં જાહેરમાં હત્યા: જમીન વિવાદમાં યુવકને ગોળી મારી, મૃતકના પિતાનો નીતિશ કુમાર પર આરોપ

પટનાઃ બિહારમાં ચૂંટણીનો માહોલ હોવાના કારણે અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યાં હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે બિહારની રાજધાની પટનામાં એક વ્યક્તિની જાહેરમાં હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

પટનાના પાલીગંજ વિસ્તારમાં એક યુવકની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જાહેરમાં યુવકની હત્યા થઈ હોવાના કારણે પોલીસની કામગીરી પર સવાલ થયા છે. સાથે સાથે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ કથળી હોય તેવું લાગી રહ્યું છે.

આપણ વાંચો: Y કેટેગરીની સુરક્ષા છતાં બાબા સિદ્દીકીની જાહેરમાં હત્યા! શિંદે સરકાર સવાલના ઘેરામાં

આદિત્ય ઉર્ફે છોટેની જાહેરમાં થઈ હત્યા

આ ઘટના બાદ વિસ્તારમાં હોબાળો મચી ગયો હતો. આ સમગ્ર મામલે જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી અને યુવકને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ હોસ્પિટલમાં ડૉક્ટરોએ તપાસ બાદ તેને આદિત્ય ઉર્ફે છોટેને મૃત જાહેર કર્યો હતો.

પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, જમીન વિવાદના કારણે યુવકની હત્યા કરવામાં આવી છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે, બિહારમાં શું કોઈને પોલીસને ડર નથી? ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે તેમાં જાહેરમાં કોઈ વ્યક્તિની હત્યા થવી કોઈ નાની વાત તો નથી! છતાં પોલીસ આ અંગે તપાસ કરી રહી છે.

આપણ વાંચો: જામનગરના બેડી વિસ્તારમાં કોંગ્રેસના નેતા હારૂન પાલેજાની જાહેરમાં હત્યા, 10 જેટલા શખ્સોએ છરીનાં ઘા ઝીંક્યા

ગામની જ વ્યક્તિ પર મૃતકના પિતાએ હત્યાનો લગાવ્યો આરોપ

પટનાના પાલીગંજ સબડિવિઝનના દુલ્હિન બજાર પોલીસ સ્ટેશન વિસ્તારના સદાવ ગામમાં બાઇક સવાર બદમાશોએ એક યુવકની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ગોળી મારીને બદમાશો ખૂબ જ ઝડપે બાઇક ચલાવીને ભાગી ગયા.આ મામલે યુવકના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મૃતકને પિતાએ આરોપ લગાવ્યો છે કે, જમીન મામલે તેમને ગામમાં જ રહેતા નીતિશ કુમાર નામની વ્યક્તિ સાથે ઝઘડો ચાલી રહ્યો હતો. થોડા દિવસ પહેલા પણ આ મામલે ઝઘડો થયો હતો, જેથી પિતાએ આરોપ લગાવ્યો છે કે, નીતિશ કુમારે ગુંડાઓ દ્વારા પોતાના પુત્રની હત્યા કરાવી હતી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button