જમ્મુ-પઠાણકોટ તંત્રની સતર્કતાને લીધે ગંભીરા બ્રિજ જેવી ઘટના ટળીઃ જૂઓ વીડિયો

પઠાણકોટઃ ગુજરાતના વડોદરા પાસે આવેલા ગંભીરા બ્રિજની દુર્ઘટના જો રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રએ સતર્કતા વાપરી હોત તો રોકાઈ શકી હોત. આ બ્રિજ જર્જરિત હોવાના પત્રો સ્થાનિકો લોકપ્રતિનિધિઓએ તંત્ર અને સરકારને લખ્યા હતા, પરંતુ સમયસર પગલાં ન લેવાતા બ્રિજ તૂટ્યો અને 20 નિર્દોષે જીવ ગુમાવ્યો. જોકે આવી ભૂલ જમ્મુના પાઠણકોટના તંત્રએ ન કરતા જાનહાનિ ટળી છે.
જમ્મુ-પઠાણકોટ હાઇવે નજીક સહર ખાદ નદી પરનો પુલ મુશળધાર વરસાદને કારણે લગભગ તૂટવાને આરે છે. પુલનો એક ભાગ નમી ગયો છે, જેના કારણે કઠુઆ જિલ્લાના ઘણા ગામડાઓ અને નગરોનો સંપર્ક થઈ શક્તો નથી. વહીવટીતંત્રે પુલ પરના તમામ વાહનોની અવરજવર બંધ કરી દીધી છે અને સ્થાનિક લોકોને વૈકલ્પિક માર્ગ અપનાવવાની સલાહ આપી છે.
પુલનો વીડિયો થયો વાયરલ
#WATCH कठुआ, जम्मू-कश्मीर: जम्मू-पठानकोट राजमार्ग के पास सहार खाद नदी पर बना पुल क्षतिग्रस्त हो गया है क्योंकि क्षेत्र में लगातार बारिश के कारण नदी उफान पर है। pic.twitter.com/6jjWDlfaPZ
— ANI_HindiNews (@AHindinews) August 24, 2025
સતત મુશળધાર વરસાદને કારણે જમ્મુ-પઠાણકોટ હાઇવે નજીક સહર ખાદ નદી પરનો પુલનો વીડિયો વાયરલ થયો છે. નદીમાં પાણીનું સ્તર વધી રહ્યું છે અને પ્રવાહ તીવ્ર છે, જેના કારણે પુલનો એક ભાગ નમી ગયો છે, જેના કારણે મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. આ પુલ કઠુઆ જિલ્લાના ઘણા ગામડાઓ અને નગરોને જોડે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ઘણા દિવસોથી પુલ પર તિરાડો દેખાતી હતી, પરંતુ મંગળવારે નદીનું પાણીનું સ્તર ઝડપથી વધતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પુલનો એક ભાગ નીચે તરફ નમી ગયો છે અને પાણીનું દબાણ સતત વધી રહ્યું છે. સાવચેતીના ભાગ રૂપે વહીવટીતંત્રે આ પુલ પર તમામ પ્રકારના વાહનોની અવરજવર બંધ કરી દીધી છે. કઠુઆ જિલ્લા વહીવટીતંત્રે આસપાસના ગામોને ચેતવણી જારી કરી છે અને લોકોને વૈકલ્પિક માર્ગો અપનાવવાની અપીલ કરી છે. ઉપરાંત, પુલની સલામતી અને સમારકામની શક્યતા તપાસવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો અને ટેકનિકલ નિષ્ણાતોને પણ બોલાવવામાં આવ્યા હતા.
જોકે સ્થાનિક તંત્ર માટે પુલનું સમારકામ સહેલું નથી. સતત વરસાદ પડી રહ્યો થછે અને હજુ હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી આ વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આવી સ્થિતિમાં, પુલનું સમારકામ અને ટ્રાફિક પુનઃસ્થાપિત કરવો પડકારજનક બની શકે છે. કઠુઆના ડેપ્યુટી કમિશનરે કહ્યું અમારે સૌ પ્રથમ નાગરિકોની સલામતી જોવાની છે. જ્યાં સુધી સમારકામ ન થાય અને પુલ સુરક્ષિત ન બને તેમ જ વરસાદ ન રોકાઈ ત્યાં સુધી પુલ બંધ જ રાખવો પડશે.
આપણ વાંચો: રાત્રિ પ્રવાસમાં સ્ટેશન ચૂકી જવાનો ડર થશે દૂર, ભારતીય રેલવેની આ સુવિધાનો લેજો લાભ