નેશનલ

Viral Video: ફરી વિવાદમાં આવ્યા પાદરી બજિન્દર સિંહ, ગુસ્સામાં આવીને મહિલાની મારી થપ્પડ

મોહાલીઃ પંજાબના સ્વ-ઘોષિત ખ્રિસ્તી પાદરી બજિન્દર સિંહનો એક નવો વિડીયો વાયરલ થયા બાદ નવા વિવાદમાં ફસાયા છે. આ વીડિયોમાં પાદરી એક મહિલા પર હુમલો કરતા કથિત રીતે દર્શાવવામાં આવ્યા છે. જાતીય સતામણીના અનેક આરોપોનો સામનો કરી રહેલા સિંહ આ વીડિયોમાં બાળક સાથે બેઠેલી એક મહિલા પર કાગળોનો ઢગલો ફેંકી રહ્યો છે. વાઈરલ વીડિયોમાં બજિન્દર મહિલાને ધક્કો મારતો, અને થપ્પડ મારતો જોવા મળે છે.

પત્રકાર ગગનદીપ સિંહ દ્વારા પોસ્ટ કરાયેલ આ 6 મિનિટ 26 સેકન્ડનો સીસીટીવી વીડિયો પણ વાઈરલ થયો છે. જેમાં પાદરી બજિન્દર સિંહ પોતાની ખુરશી પર બેઠેલા છે અને સામેના સોફા પર ત્રણ મહિલાઓ બેઠી છે. બીજી બાજુ કેટલાક યુવાનો ખુરશીઓ પર બેઠા છે.

આ પણ વાંચો: 30 વર્ષ પહેલા ધર્મ પરિવર્તન કરી ચુકેલા 45 પરિવાર ફરી બન્યા હિન્દુ, ચર્ચના સ્થાને બનાવ્યું મંદિર…

વાતચીત દરમિયાન પાદરીએ એક યુવક પર પોતાનો ફોન ફેંકીને હુમલો કર્યો હતો અને નજીકમાં રાખેલી પર્સ જેવી વસ્તુ વડે યુવકને માથા પર માર્યું હતું. પાદરી અહીંથી અટક્યો નહોતો. તેણે યુવકને 10-12 વાર થપ્પડ મારી દીધી હતી, ત્યાર બાદ તેણે મહિલાને આંગળી ચીંધીને ધમકી આપી હતી. પરિસ્થિતિ ઝડપથી વણસી જાય છે, અને નજીકના લોકો વધુ વિવાદ ટાળવા માટે દરમિયાનગીરી કરે છે.

અહીં એ જણાવવાનું કે ૨૦૧૮ના જાતીય સતામણીના કેસમાં સિંહ અન્ય છ લોકો સાથે મોહાલી કોર્ટમાં હાજર થયાના એક અઠવાડિયા પછી આ નવો વીડિયો સામે આવ્યો છે. ૩ માર્ચે, તેમના માટે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. માજરીમાં એક ચર્ચ ચલાવતા સિંહની 20 જુલાઈ, 2018ના રોજ દિલ્હી એરપોર્ટ પર લંડન જતી ફ્લાઇટમાં ચઢવાનો પ્રયાસ કરતી વખતે ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ભાજપનો ધર્માન્તરણ વિરોધી કાયદાનો વાયદોઃ મહારાષ્ટ્રના ખ્રિસ્તીઓ કેમ ચિંતામાં મૂકાયા

પાદરી પર ઝીરકપુરની એક મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ છે, જેણે આરોપ લગાવ્યો છે કે સિંહે 2017માં તેના મોહાલીના ઘરે જાતીય હુમલો કરતા પહેલા તેને તેના ધાર્મિક જૂથમાં ખેંચી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સિંહે હુમલાનું રેકોર્ડિંગ પણ કર્યું હતું અને બાદમાં મહિલાને ચૂપ રહેવા માટે બ્લેકમેલ કરવા માટે ફૂટેજનો ઉપયોગ કર્યો હતો. આખરે તેણે એપ્રિલ 2018 માં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ સિંહ લાપતા થઇ ગયો હતો.

42 વર્ષીય ખ્રિસ્તી પાદરી બજિન્દર સિંહ ચર્ચ ઓફ ગ્લોરી એન્ડ વિઝડમના સ્થાપક અને વડા છે. જેમના ચર્ચ જલંધર અને ન્યૂ ચંદીગઢમાં હોવાની માહિતી પાદરીની વેબસાઈટમાં જોવા મળે છે. હાલમાં જ તેનો યેશુ યેશુ વાળો વીડિયો પણ વાઈરલ થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button