‘વંદે ભારત’ટ્રેનના દરવાજા જ ન ખુલતા સુરતમાં મુસાફરો અટવાયા

સુરત : અમદાવાદથી મુંબઈ જઈ રહેલી વંદે ભારત ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર અટવાઈ ગઇ હતી. ટ્રેન સુરતમાં ઉભી રહી ત્યારે ટ્રેનના દરવાજા ન ખુલતા ટ્રેન રોકવી પડી હતી. જેનાં લીધે મુસાફરો મુશ્કેલમાં મુકાયા હતા. ઘણા સમય સુધી ટ્રેન અહીં સ્ટેશન પર ઉભી રાખવી પડી. જે બાદ મેન્યુઅલી દરવાજા ખોલવામાં આવ્યા હતા. જોકે આ દરમિયાન 1 કલાક સુધી મુસાફરો ટ્રેનમાં ફસાઈ રહ્યા.
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સુરતમાં રોકવી પડી કારણકે સુરત રેલવે સ્ટેશન આવતા અહીં વંદે ભારતના દરવાજા ખુલ્યા ન હતા. જેના કારણે ઘણા સમય સુધી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. મળતી માહિતી મુજબ સ્ટેશન પર એક કલાક સુધી ટ્રેન અટવાઈ રહી હતી, ટેકનિકલ ખામીના કારણે ટ્રેનના દરવાજા ખુલ્યા ન હતા.
અગાઉ પ્રાણીઓ સાથે અથડાવવાથી લઈને અનેક રીતે વંદે ભારત ટ્રેન પહેલા પણ ઘણી વખત ચર્ચામાં આવી છે. ત્યારે આજે વહેલી સવારે એટલે કે 8.20ની નજીક અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન સુરત સ્ટોપ પર ઉભી રહી હતી જ્યાં ટેકનિકલ ખામી સર્જાતા ટ્રેનના દરવાજા ખુલ્યા ન હતા જેના કારણે એક કલાક સુધી મુસાફરો ટ્રેનમાં અટવાઈ રહ્યા. આ ઉપરાંત ટ્રેનને પણ કલાક સુધી સુરત સ્ટોપ પર જ ઉભી રાખવી પડી હતી. જોકે આખરે દરવાજા ન ખુલતા એક્સપર્ટ દ્વારા મેન્યુઅલી દરવાજા ખોલવામાં આવ્યા હતા જે બાદ મુસાફરો ટ્રેનમાંથી ઉતરી શક્યા હતા.