…એટલે રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સંસદમાં ગુમાવ્યો પિત્તો અને…
નવી દિલ્હી: આજે ગુરુવારે લોકસભામાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવના ભાષણ દરમિયાન ભારે ગોકીરો મચી ગયો હતો. રેલવે પ્રધાન દ્વારા રેલવેમાં કરવામાં આવી રહેલા સુધારા અને લોકો પાઇલોટને લગતી વ્યવસ્થાઓ વિશે જણાવી રહ્યા હતા આ દરમિયાન જ કોઇ વિપક્ષી સાંસદે તેમને રીલ મંત્રી કહીને ટોણો માર્યો હતો. આ બાદ સામાન્ય રીતે શાંત રહેતા અશ્વિની વૈષ્ણવ ગુસ્સે થઈ ગયા અને શાંતિથી બેસવાની સૂચના આપી હતી.
રેલવે પ્રધાન અશ્વની વૈષ્ણવે કહ્યું છે કે લોકો પાયલટ રેલ્વે મંત્રાલયના સૌથી મહત્વપૂર્ણ સભ્ય છે. તેમના માટે કેટલાક મહત્વપૂર્ણ પગલા લેવામાં આવ્યા છે. જ્યારે લોકો પાયલોટ પોતાની ડ્યુટી પૂરી કરીને પરત આવે છે ત્યારે તે પોતાના રૂમમાં બેસે છે. આ દરમિયાન જ અમુક વિપક્ષી સાંસદોએ તેમને રીલ મંત્રી કહી દીધા હતા. જેનો જવાબ આપતા રેલવે પ્રધાનએ કહ્યું, “એવું છે… અમે માત્ર રીલ બનાવનારા નથી. અમે મહેનત કરવા વાળા લોકો છીએ, કામ કરવા વાળા લોકો છીએ. તમારી જેમ અમે માત્ર રીલ બનાવનારા નથી. સમજ્યા.”
આ પણ વાંચો : SC/ST અનામત અંગે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, અતિ પછાત જાતિઓને મળશે લાભ
જ્યારે અશ્વિની વૈષ્ણવ બોલી રહ્યા હતા ત્યારે ભારે હંગામો મચી ગયો હતો. વારંવારના રીલ મંત્રી કહેવા પર તેઓ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, “બેસો, બેસો એકદમ… તરત બેસી જાઓ. કંઈપણ બોલી નાખો છો.” આ પછી તેમણે સ્પીકર ઓમ બિરલાને કહ્યું, “માનનીય સ્પીકર, ગૃહને શિસ્તમાં લાવો. આઆ કોઇ રીત છે. કંઈ પણ બોલી રહ્યા છે.” આ દરમિયાન ગૃહમાં હંગામો થયો હતો અને શાસક પક્ષના સાંસદો પણ ઉભા થઈને વિપક્ષી સાંસદોનો વિરોધ કરતા જોવા મળ્યા હતા.
ગૃહમાં હોબાળા વચ્ચે લોકસભા અધ્યક્ષે અશ્વિની વૈષ્ણવને કહ્યું કે, માનનીય મંત્રી, કોઈપણ વ્યક્તિને રિસ્પોન્સ ન આપો. જવાબમાં રેલવે પ્રધાનએ કહ્યું કે, તમારા આદેશ મુજબ. આ પછી, તેઓ પોતાનું ભાષણ પૂરું કરતા ગયા અને આ દરમિયાન તેમણે રેલવેમાં થયેલી ભરતી અને કરવામાં આવેલા સુધારા વિશે માહિતી આપી.