નેશનલ

સંસદમાં હંગામા પછી રાહુલ-પ્રિયંકાની ‘સ્વીટ મોમેન્ટ’: ભાઈએ બહેનને ટોફી આપીને સૌનું જીત્યું દિલ, જુઓ વાયરલ વીડિયો…

નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્ર દરમિયાન સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ પહોંચ્યો છે. આજે પણ લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા અને ચીન સરહદના મુદ્દે વિપક્ષી નેતાઓએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. સંસદના હોબાળા વચ્ચે લોકશાહીના મંદિરમાં શબ્દોની મર્યાદા ઓળંગાઈ હોવાની ઘટના પણ સામે આવી છે, જેના કારણે ગૃહની કાર્યવાહીમાં અવરોધ સર્જાયો હતો.

સદનની અંદર ચાલી રહેલા તણાવ વચ્ચે બહાર એક હળવી ક્ષણ જોવા મળી હતી. મીડિયા સાથે વાતચીત કરતા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ગૃહ ચલાવવાની જવાબદારી સરકારની છે, પરંતુ વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન રાહુલ ગાંધી પણ ત્યાં પહોંચ્યા હતા અને પોતાની બહેનને મીઠાઈ આપતા ‘Have a sweet…’ કહીને વાતાવરણ હળવું બનાવ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ગૃહની અંદર જ્યારે કાર્યવાહી શરૂ થઈ ત્યારે વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ચીન અને પાકિસ્તાન સરહદે રાષ્ટ્રીય સુરક્ષાનો ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે પૂર્વ આર્મી ચીફ એમ. એમ. નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કરીને સરકાર પાસે જવાબ માંગ્યો હતો. જોકે, સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુએ આ બાબતે સખત વાંધો ઉઠાવતા કહ્યું કે રાહુલ ગાંધી ગૃહને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને તેમણે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

આ પણ વાંચો…લોકસભામાં જોરદાર હંગામા વચ્ચે વિપક્ષના 8 સાંસદ સસ્પેન્ડ, વિપક્ષ લાલઘૂમ

ગૃહમાં હંગામો ત્યારે વધુ વકર્યો જ્યારે એક સભ્યએ આસન પર બિરાજમાન સભ્યને ‘યાર’ કહીને સંબોધ્યા હતા. પીઠાસીન અધિકારી કૃષ્ણા પ્રસાદ તેન્નેટીએ આ અસંસદીય વર્તન સામે કડક વાંધો ઉઠાવતા કહ્યું હતું કે આ સંસદ છે અને અહીં આવી ભાષા સ્વીકાર્ય નથી. આ ટિપ્પણી બાદ વિપક્ષી સાંસદો વેલમાં ધસી આવ્યા હતા અને પેપર ઉછાળીને સૂત્રોચ્ચાર કર્યા હતા, પરિણામે ગૃહની કાર્યવાહી બપોરે 3 વાગ્યા સુધી સ્થગિત કરવાની ફરજ પડી હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button