નેશનલ
સંસદની સુરક્ષા ભંગ મુદ્દે મમતા દીદીના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો
નવી દિલ્હીઃ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ સંસદની સુરક્ષામાં ક્ષતિને લઈને કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. મમતા બેનરજીએ કહ્યું હતું કે સંસદની સુરક્ષામાં મોટી બેદરકારી થઈ છે.
ગૃહ પ્રધાને આ વાતનો સ્વીકાર કરી લીધો છે. અને આ ખૂબ જ ગંભીર બાબત છે. તેમને આ બાબતની તપાસ કરવા દો. બંગાળના સીએમએ કહ્યું કે, તેઓ (વિપક્ષ) પહેલાથી જ આ મુદ્દો ઉઠાવી ચૂક્યા છે અને તેથી જ TMC નેતા ડેરેક ઓ’બ્રાયન ઉપરાંત કોંગ્રેસ અને DMKના સાંસદોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
લોકસભામાં ચાલી રહેલાં શિયાળુ સત્ર દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં મોટી ચૂક થઈ હતી.લોકસભાની પ્રેક્ષક ગેલેરીમાંથી બે લોકો કૂદી પડ્યા બાદ ગૃહમાં અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો અને ભારે હોબાળો થયો હતો. આ ઘટના બાદ વિપક્ષ હમલાવર છે અને સતત કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યો છે.