નેશનલ

સંસદની સુરક્ષામાં ચૂકઃ લલિત ઝાને 7 દિવસના રિમાન્ડ

આરોપીઓનું મુંબઈ કનેક્શન બહાર આવ્યું


નવી દિલ્હી: લોકસભાના ગૃહ અને પરિસરમાં ઘૂસણખોરી કરીને હંગામો કરવા બદલ ચાર આરોપીને સાત દિવસના રિમાન્ડ આપ્યા પછી આજે આ ષડયંત્રમાં ષંડોવાયેલા માસ્ટરમાઈન્ડ લલિત ઝાને પણ સાત દિવસના પોલીસના રિમાન્ડ માટે આપવામાં આવ્યા છે.

પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યા પછી દિલ્હી કોર્ટમાં લલિત ઝાને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. એ વખતે લલિત ઝાએ સંસદમાં ઘૂસણખોરી મુદ્દે ખુલાસા કર્યા હતા. તેણે કહ્યું હતું કે પોતે આ યોજાનો માસ્ટરમાઈન્ડ હતો. આ કેસમાં પોલીસે પંદર દિવસના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પટિયાલા હાઉસ કોર્ટના એડિશનલ સેશન જજે આરોપીને પૂછ્યું હતું કે તમારી પાસે વકીલ છે, જ્યારે તેનો નામાં જવાબ મળ્યો હતો, ત્યારબાદ કોર્ટે ઝાને વકીલની વ્યવસ્થા કરી હતી.

દરમિયાન સંસદભવનમાં થયેલી ઘૂસણખોરી મુદ્દે આજે વધુ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, જેમાં હવે આ મામલે આરોપીઓનું મુંબઈ કનેક્શન હોવાનું સામે આવ્યું છે. સંસદમાં સ્મોક બોમ્બ લઈ વિરોધ પ્રદર્શન કરવા બદલ લલિત ઝા અને અમોલ શિંદે સાથે નીલમ આઝાદ, સાગર શર્મા અને મનોરંજન ડીકે નામના આરોપીઓને દિલ્હી પોલીસે તાબામાં લીધા છે અને આ તેમનાથી પૂછપરછ ચાલી રહી છે.

સંસદભવનની સુરક્ષામાં થયેલી ભૂલને લઈને આરોપીઓનું બધું પ્લાનિંગ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. ધરપકડ કરાયેલા મહારાષ્ટ્રના લાતુરમાં રહેતો અમોલ શિંદેએ પોલીસને કહ્યું હતું કે જે સ્મોક બોમ્બનો વપરાશ કરવામાં આવ્યો હતો તે તેણે જ બાકીના આરોપીઓને આપ્યા હતા. અમોલે સંસદ ભવનમાં ઘૂસણખોરી કરવાના થોડા દિવસ પહેલા આ સ્મોક કલર બોમ્બ ખરીદ્યા હતા. અમોલે લગભગ 1,200 રૂપિયામાં મુંબઈની એક દુકાનમાથી ચાર સ્મોક કલર બોમ્બ ખરીદી દિલ્હી પહોંચ્યો હતો.

મુંબઈની અનેક ફટાકડાની દુકાનો પર આવા સ્મોક કલર બોમ્બ વેચાય છે. એક દુકાનદારે આ બાબતે માહિતી આપતા કહ્યું કે આવા બોમ્બ મોટા ભાગે લગ્ન અને પાર્ટીમાં ડેકોરેશન તરીકે વપરાય છે. આ બોમ્બ ખૂલી જગ્યામાં વાપરવામાં આવે એવી વોર્નિંગ પણ પ્રિન્ટ કરવામાં આવી છે અને જો આ સ્મોક કલર બોમ્બના ધુમાડાથી ગુંગળામણ પણ થઈ શકે છે, એવું પોલીસ અધિકારીએ કહ્યું હતું.

13 ડિસેમ્બર 2023ના રોજ સંસદભવનમાં ચાલુ સત્ર દરમિયાન બે વ્યક્તિ સ્મોક બોમ્બ લઈને લોકસભામાં પહોંચી ગયા હતા અને સરકાર વિરોધી નારા લગાવ્યા હતા તો સંસદભવનની બહાર પણ નીલમ આઝાદે સ્મોક બોમ્બને લઈ સરકારનો વિવિધ મુદ્દે વિરોધ કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો..