નવી દિલ્હી: સંસદ ભવનની સુરક્ષામાં ગાબડું પાડ્યા બાદ આ આખા કાવતરાના માસ્ટર માઇન્ડ લલિત ઝાએ દિલ્હીના પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યુ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે લલિત ઝા જ એ માણસ છે જે સંસદના અંદર જવાવાળા અને બહાર પ્રદર્શન કરવાવાળા કુલ ચાર લોકોનો મોબાઇલ ફોન લઇને ભાગ્યો હતો. જોકે હવે તેણે સરેન્ડર કર્યું છે. પણ તપાસ બાદ પોલીસને લલિત અને મહેશ પાસેથી એકપણ ફોન મળી આવ્યો નથી.
સૂત્રોમાંથી મળતી જાણકારી મુજબ રાજસ્થાનથી દિલ્હી આવવાની સરેન્ડર કરતાં પહેલાં લલિતે ચારે ફોન ત્યાં જ નષ્ટ કરી દીધા હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ લલીત દિલ્હીથી ભાગીને કુચામન જતો રહ્યો હતો. જ્યાં તે તેના મિત્ર મહેશને મળ્યો હતો.
રાત વિતાવવા માટે મહેશે જ તેને રુમ પણ અપાવી હતી. આ અંગે મળતી વિગતો મુજબ બુધવારે સંસદભવનમાં થયેલ કાંડ બાદ ગુરુવારે સવારે લલિતે બધા જ ફોન નષ્ટ કરી દીધા હતાં. જોકે પોલીસને લલિતની વાતો પણ સંપૂર્ણ વિશ્વાસ નથી. પોલીસ દરેક એન્ગલથી આ કેસની તપાસ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બે આરોપીઓએ સંસદભવનની અંદર સ્મોક કેનનો ઉપયોગ કર્યો હતો. જ્યાર બહાર પણ બે લોકોએ સ્મોક કેનનો રંગીન ધુમાડો કર્યો હતો. પોલીસ હવે પ્રયાસ કરી રહી છે કે, કોઇ પણ પરિસ્થિતિમાં ચારે આરોપીઓના ફોન મળી જાય. સ્પેશિયલ સેલની ટીમ આજે મહેશ અને લલિતને કોર્ટમાં રજૂ કરશે અને રિમાંડની માંગણી કરશે. પહેલાં પકડાયેલા ચારે આરોપીઓના પોલીસને સાત દિવસના રિમાન્ડ મળ્યા છે.
પોલીસને એ વાતની શંકા છે કે લલિત તપાસમાં વિઘ્ન ઊભું કરવા માટે ખોટું પણ બોલી શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર દિલ્હી પોલીસે મહેશના પિતરાઇ ભાઇ ઉમેશની પૂછપરછ માટે અટક કરી હતી ત્યારે પોલીસને ખબર પડી હતી કે મહેશ અને લલિત સરેન્ડર કરવા દિલ્હી આવી રહ્યાં છે. ઉમેશને પોલીસે હજી પોચાના કબજામાં જ રાખ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સસંદની અંદર જતાં પહેલાં અને પ્રદર્શનના પહેલાં ચારે આરોપીઓ મનોરંજન, સાગર, નીલમ અને અમોલ પોતાનો ફોન લલિત ઝાને આપી ગયા હતાં. લલિત ઝા બહાર ભીડમાં સામેલ થઇને આ લોકોનો વિડીયો રેકોર્ડ કરી રહ્યો હતો. પોલીસે સ્મોક કેન દ્વારા પ્રદર્શન કરી રહેલા ચારે આરોપીઓને ત્યારે જ લલિત ઝા બધાના ફોન લઇને ફરાર થઇ ગયો હતો. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે, લલિત ઝાએ વિરોધ પ્રદર્શનનો વીડિયોએ એનજીઓના માલિકને પણ મોકલ્યો હતો જેના માટે તે કામ કરી રહ્યો હતો.
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે