
અત્યારે બી-ટાઉનમાં પરિણીતી ચોપ્રા અને આપના સાંસદ રાઘવ ચઢ્ઢાની લગ્નની ચર્ચા ખૂબ જ જોરશોરથી ચાલી રહી છે અને આ બધા વચ્ચે લગ્નની કંકોતરી પણ સામે આવી ગઈ છે. કંકોતરીમાં કયા દિવસે કયું ફંક્શન હશે એની માહિતી જોવા મળી રહી છે અને 24મી સપ્ટેમ્બરના પરિણીતી અને રાઘવ કાયમ માટે એકબીજા થઈ જશે.

પરિણીતી અને રાઘવના વેડિંગ કાર્ડ પરથી મળેલી માહિતી અનુસાર 23મી સપ્ટેમ્બરથી ફંક્શન શરૂ થશે અને 24મી સપ્ટેમ્બરના લગ્ન સાથે આ ફંક્શન પૂરા થશે. ઉદયપુરની હોટેલ લીલા અને તાજ પેલેસમાં આ ફંક્શન અને લગ્ન થશે. કપલે પોતાના લગ્ન માટે 90ના દાયકાની થીમ રાખી છે. આવો જોઈએ કયા ફંક્શન ક્યારે છે
23મી સપ્ટેમ્બર, 2023
સવારે 10 વાગ્યે ચૂડા સેરેમની
સાંજે સાત વાગ્યે સંગીત
24મી સપ્ટેમ્બર, 2023

બપોરે 1 વાગ્યે રાઘવને માથે સહેરો બંધાશે
બપોરે બે વાગ્યે જાન પ્રસ્થાન
બપોરે 3.30 કલાકે જયમાળા
સાંજે 4 વાગ્યે ફેરા
સાંજે 6.30 વાગ્યે વિદાઈ
રાતે સાડાઆઠ વાગ્યે રિસેપ્શન…
અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી પરિણીતી અને રાઘવના લગ્નના સમાચાર આવી રહ્યા હતા. આ જ વર્ષે 13મી મેના દિલ્હીના કપૂરથલા હાઉસમાં બંને જણે સગાઈ હતી અને ત્યારથી જ ફેન્સ તેમના લગ્નની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પરિણીતી છેલ્લે અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ઉંચાઈમાં જોવા મળી હતી અને હવે તે અમર સિંહ ચમકીલાની બાયોપિકમાં જોવા મળી હતી. આ ફિલ્મનું ટ્રેલર 30મી મેના રિલીઝ કરવામાં આવી હતી અને ચમકીલા આવતા વર્ષે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે.
