નેશનલ

કેવા માતા-પિતા છો, આંદોલનો માટે બાળકોનો ઉપયોગ કરો છો…HCએ લગાવી ખેડૂતોને ફટકાર

નવી દિલ્હીઃ ગુરુવારે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પંજાબ અને હરિયાણા સરકારને ફટકાર લગાવી અને કહ્યું કે બંને રાજ્યો આ સમગ્ર મામલે પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે, પરંતુ આ સાથે કોર્ટે આંદોલનકારી ખેડૂતોને પણ ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું કે ખેડૂત શુભકરણના મૃત્યુની તપાસ હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ કરવામાં આવશે. 3 સભ્યોની કમિટી બનાવવામાં આવશે.

પંજાબ અને હરિયાણામાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને લઈને ચંદીગઢની હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે આ મામલામાં વકીલોને ફટકાર લગાવી હતી, તો જજ પણ તસવીરો જોઈને ખેડૂતો પર ગુસ્સે થઈ ગયા હતા. સુનાવણી દરમિયાન જ્યારે હરિયાણા સરકારે હાઈકોર્ટને વિરોધમાં અનેક તસવીરો બતાવી ત્યારે કોર્ટનું વલણ કડક થઈ ગયું. કોર્ટે શુભકરણના મૃત્યુની તપાસને લઈને મહત્વનો આદેશ પણ આપ્યો હતો. આ દરમિયાન હાઈકોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે કોણ હાથમાં તલવાર લઈને શાંતિપૂર્વક વિરોધ કરે છે?


ફોટો જોયા બાદ હાઈકોર્ટે ખેડૂત આંદોલનકારીઓ ઝાટકતા કહ્યું હતું કે ખૂબ જ શરમની વાત છે કે તમે લોકો બાળકોને આગળ કરી રહ્યા છો. તમે કેવા માતા-પિતા છો. બાળકોને આગળ કરી, હથિયાર સાથે તમે આંદોલન કરી રહ્યા છો. તમને લોકોને અહીં ઊભા રહેવાનો અધિકાર પણ નથી. હાઈકોર્ટે આંદોલનકારીઓને કહ્યું, શું તમે ત્યાં કોઈ યુદ્ધ લડવા જઈ રહ્યા છો? આ પંજાબની સંસ્કૃતિ નથી. તમે લોકો નિર્દોષ લોકોને આગળ કરી રહ્યા છો. કોર્ટે ભારે શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.


કોર્ટમાં બલબીર સિંહ રાજેવાલ પણ હાજર હતા. તેણે એક અલગ પીઆઈએલ પણ દાખલ કરી છે. મૃતક ખેડૂત શુભકરણના મૃત્યુની તપાસ હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ કરવામાં આવશે. 3 સભ્યોની કમિટી બનાવવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button