નેશનલ

પાકિસ્તાનની AWACS સિસ્ટમ નષ્ટ; ભારતના એરપોર્ટ પર સિક્યોરિટી વધશે

આજે રાત્રે પાકિસ્તાને ભારત પર કાયરતાપૂર્ણ હુમલો શરુ કર્યો હતો, હવે ભારતીય સેના વળતી કાર્યવાહી શરુ કરી છે. ભારતના વળતા હુમલા બાદ પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. લાહોર, ઇસ્લામાબાદ, કરાચી અને બહાવલપુર જેવા શહેરોમાં સતત સાયરન વાગી રહ્યા છે.

વળતી કાર્યવાહી કરતા ભારતીય સેના પાકિસ્તાનની સૌથી અપડેટેડ એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (AWACS) નષ્ટ કરી છે. આ ડિફેન્સ સિસ્ટમને પાકિસ્તાનની સર્વેલન્સ અને વોર કંટ્રોલ કેપેસિટીનો એક મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે.

એરપોર્ટ પર મુલાતીઓ પર પ્રતિબંધ:

યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતના બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) એ દેશભરની તમામ એરલાઇન્સ અને એરપોર્ટને સિક્યોરિટી મેઝર્સ વધારવા સૂચના આપી છે. તમામ એરપોર્ટ પર બધા મુસાફરોને સેકન્ડરી લેડર પોઈન્ટ ચેક (SLPC)માંથી પસાર થવું પડશે. એરપોર્ટ ટર્મિનલોમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અહેવાલ મુજબ એર માર્શલને તૈનાત કરવામાં આવશે.

રાજ્યોની કાર્યવાહી:

રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માએ જયપુરમાં સમીક્ષા બેઠક યોજી છે. દિલ્હી સરકારે તેના તમામ કર્મચારીઓની રજાઓ આગામી આદેશ સુધી રદ કરી દીધી છે.

એસ જયશંકર સતત કાર્યરત:

વિદેશ પ્રધાન એસ જયશંકરે યુરોપિયન યુનિયન સાથે ફોન પર વાત કરી છે. તેમણે કહ્યું કે ભારતે પોતાની કાર્યવાહીમાં સંયમ રાખ્યો છે. જોકે, જો પાકિસ્તાન તરફથી તણાવ વધશે તો યોગ્ય જવાબ આપવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button