નેશનલ

પાકિસ્તાની સાંસદે શાહબાઝ શરીફને કાયર ગણાવ્યાં, કહ્યું – તેઓ મોદીનું નામ લેતા પણ…

નવી દિલ્હીઃ ભારતે પહલગામ આતંકી હુમલાનો જવાબ આપવા માટે 7મી મેએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આવેલા 9 આતંકી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતા. આ પછી પણ પાકિસ્તાન પોતાની નાપાક હરકતો બંધ કરી રહ્યું નથી. હવાઈ ​​હુમલા પછી પાકિસ્તાને બે વાર ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો, જો કે, દરેક વખતે ભારતની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાનના નાપાક ઈરાદાને નિષ્ફળ બનાવી દીધા છે.

શાહિદ ખટ્ટરે શહબાજ શરીફને ખરીખોટી સંભળાવી

આ મામલે પાકિસ્તાનના સાંસદ શાહિદ ખટ્ટરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં શાહિદ ખટ્ટરે પાકિસ્તાની સરકાર અને શહબાજ શરીફને ખરીખોટી સંભળાવી રહ્યાં છે. પાકિસ્તાની સાંસદ શાહિદ ખટ્ટર આ વીડિયોમાં પીએમ શાહબાઝને કાયર કહી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, આપણા વડાપ્રધાન એટલા કાયર છે કે તેઓ નરેન્દ્ર મોદીનું નામ પણ લઈ શકતા નથી. તેમણે કહ્યું કે, જો કોઈ દેશનો નેતા કાયર હોય તો ત્યાંની સેના ક્યારેય યુદ્ધ જીતી શકતી નથી.

આ પણ વાંચો: પાકિસ્તાનની સુરક્ષા સમિતિની બેઠકમાં અનેક નિર્ણયો લેવાયા, શાહબાઝ શરીફે કહ્યું પાણી બંધ કરવું એ યુદ્ધ જેવું ગણાશે

પાકિસ્તાની સાંસદો પણ ત્યાંની સરકારની ટીકા કરવા લાગ્યા

પાકિસ્તાનની સ્થિતિ અત્યારે બદથી બત્તર થઈ ગઈ છે. કોઈ પણ દેશ તેનો સાથ આપવા માટે તૈયાર નથી. પાકિસ્તાનની અંદર પણ બલુચિસ્તાન આઝાદ થવા માટે જંગ લડી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ હવે તો ખૂદ પાકિસ્તાની સાંસદો પણ પાકિસ્તાનની સરકારનો વિરોધ કરી રહ્યાં છે અને ટીકાઓ કરી રહ્યાં છે. શાહિદ ખટ્ટરનો આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

પાકિસ્તાનના બે JF-17 અને એક F-16 ફાઇટર જેટને તોડી પાડ્યા

ભારતીય સેનાએ પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દીધી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી ભારતીય સેનાએ પાકિસ્તાનના બે JF-17 અને એક F-16 ફાઇટર જેટને તોડી પાડ્યા છે. ગુરુવારે રાત્રે પાકિસ્તાને સરહદ નજીક ભારતીય લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારતે યોગ્ય જવાબ આપ્યો અને આ બદલામાં પાકિસ્તાનના લાહોર, કરાચી અને રાવલપિંડીમાં ડ્રોન હુમલા કરવામાં આવ્યાં. આ હુમલાના કારણે પાકિસ્તાનને ઘણું નુકસાન થયું છે. હવે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ પોતાના જ દેશમાં ફસાયેલા હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે.

પાકિસ્તાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી નાશ કરી

પાકિસ્તાને પણ નાપાક હરકત કરતા ભારત પર ડ્રોન અને મિસાઇલ દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતે પાકિસ્તાનના દરેક ડ્રોન અને મિસાઇલને હવામાં જ ધ્વસ્ત કરી દીધી હતી. આનો જવાબ આપતા ભારતે પાકિસ્તાનના અનેક શહેરો પર હુમલો કર્યો હતો. મહત્વની વાત તો એ છે કે, ભારતીય સેનાએ લાહોરમાં ડ્રોન હુમલો કરીને પાકિસ્તાનની આખી હવાઈ સંરક્ષણ પ્રણાલી નાશ કરી દીધી હતી. હવે પાકિસ્તાન કોઈ પણ સ્થિતિમાં ભારતને માત આપી શકે તેમ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button