નેશનલ

પાકિસ્તાની હેકર્સે ભારતની સંરક્ષણ સંસ્થાઓ પર સાયબર એટેક કર્યો, સંવેદનશીલ માહિતીની ચોરી

નવી દિલ્હી: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધો સતત વણસી (India-Pakistan Tension) રહ્યા છે. ભારત પાકિસ્તાન સામે રાજ્દ્વારીય કાર્યવાહી કરી રહ્યું છે. ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર તાણાવ સતત વધી રહ્યો છે.

બંને પક્ષે લશ્કરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. એવામાં પાકિસ્તાનના એક હેકર ગ્રુપે ભારતીય સંરક્ષણ સંસ્થાઓની સંવેદનશીલ માહિતી ચોરી લીધી હોવાનો દાવો કર્યો (Paksitani Hackers Breached into Indian defence sites) છે.

અહેવાલ મુજબ ‘પાકિસ્તાન સાયબર ફોર્સ’ નામના એક પાકિસ્તાની હેકર ગ્રુપે દાવો કર્યો છે કે તેણે ઇન્ડિયન ડિફેન્સ ઇન્સ્ટીટયુશન્સની સિસ્ટમ પર સાઈબર એટેક કરીને સંવેદનશીલ માહિતી મેળવી (Data Breach) લીધી છે.

હેકર ગ્રુપે દાવો કર્યો છે કે તેણે ઇન્ડિયન મીલીટરી એન્જિનિયરિંગ સર્વિસ, મનોહર પારિકર ઇન્સ્ટિટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ એન્ડ એનાલિસિસ અને અન્ય વેબસાઇટ્સ હેક કરી હતી.

આપણ વાંચો: હુમલાનો બદલોઃ આતંકવાદીઓ સામે કાર્યવાહી માટે ભારતને રશિયાનું સમર્થન, PM Modi સાથે થઈ વા

લોગિન ક્રેડેન્શીયલ્સ સાથે છેડછાડ:

જો કે ભારતીય અધિકારીઓ દ્વારા હજુ સુધી આ ડેટા બ્રીચની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ અહેવાલ મુજબ હેકર ગ્રુપે અધિકારીઓના લોગિન ક્રેડેન્શીયલ્સ સહિત કર્મચારીઓ સંબંધિત વ્યક્તિગત માહિતી સાથે ચેડા કર્યા હોઈ શકે છે.

હેકર ગ્રુપના X એકાઉન્ટ પર આ માહિતી શેર કરવામાં આવી છે. અહેવાલ મુજબ ભારતની સાયબર સિક્યોરિટી એજન્સીઓએ આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરી છે.

આપણ વાંચો: સિક્યોરિટી એજન્સીઓએ આતંકવાદીઓની યાદી તૈયાર કરી, જાણો આતંકવાદીઓના નામ અને કામ

આ વેબસાઈટ સાથે છેડછાડ:

આ ડેટા બ્રીચ ઉપરાંત, એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ગ્રુપે મીનીસ્ટ્રી ઓફ ડિફેન્સ(MoD) હેઠળની PSU કંપની, આર્મર્ડ વ્હીકલ નિગમ લિમિટેડની સત્તાવાર વેબસાઇટ સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે વેબસાઇટમાં પાકિસ્તાનનો રાષ્ટ્રીય ધ્વજ અને અલ ખાલિદ ટેન્કનો ફોટો લગાવવામાં આવ્યો હતો.

સાવચેતીના પગલા તરીકે, આર્મર્ડ વ્હીકલ નિગમ લિમિટેડની વેબસાઇટને ઑફલાઇન કરવામાં આવી છે.
સાયબર સિક્યોરિટીના નિષ્ણાતો અને એજન્સીઓ અન્ય કોઈ સાયબર એટેકને શોધવા માટે સાયબરસ્પેસ પર સક્રિયપણે નજર રાખી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button