નેશનલ

BREKING: જમ્મુ, સાંબા, પઠાણકોટમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા, સરહદી વિસ્તારોમાં બ્લેકઆઉટ

જમ્મુ: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. ગુરુવાર સાંજે ભારતની ઉત્તર પશ્ચિમ બોર્ડર પર કરવામાં આવેલા હુમલા બાદ આજે શુક્રવારે જમ્મુ, સાંબા અને પઠાણકોટ સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા. જમ્મુનાં સાંબા સેક્ટરમાં આકાશમાં લાલ લીસોટા અને વિસ્ફોટનાં અવાજ સંભળાયાં હતા.

સેનાએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા

સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, શુક્રવારે જમ્મુ, સાંબા અને પઠાણકોટ સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા હતા. જમ્મુના સાંબા સેક્ટરમાં લાલ લીટા અને વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો, કારણ કે ભારતના એર ડિફેન્સે બ્લેકઆઉટ વચ્ચે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા હતા.

અનેક ભાગોમાં બ્લેકઆઉટ

દરમિયાન, ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને પગલે સાવચેતીના ભાગરૂપે ઘણા વિસ્તારોમાં બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યો છે. જમ્મુ અને કાશ્મીરના અખનૂર અને ઉધમપુર પ્રદેશ, હરિયાણાના અંબાલા અને પંચકુલા વિસ્તારમાં સંપૂર્ણ બ્લેકઆઉટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, પંજાબના ફિરોઝપુર અને રાજસ્થાનના જેસલમેરમાં પણ બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ભારત-પાક યુદ્ધ વચ્ચે કચ્છ-બનાસકાંઠા સરહદે હાઈ એલર્ટઃ ભુજમાં આજે પણ બ્લેકઆઉટની સંભાવના

તંગધાર અને કરનાહ સેક્ટરમાં હુમલો

તે ઉપરાંત એવા પણ અહેવાલ છે કે પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા (LoC) પર ભારે ગોળીબાર શરૂ કર્યો છે. પાકિસ્તાન તંગધાર અને કરનાહ સેક્ટરમાં એલઓસી પર ભારે હથિયારો અને તોપોથી સતત હુમલો કરી રહ્યું છે. હુમલામાં ગોળીઓ અને વિસ્ફોટોના અવાજો દૂર દૂર સુધી સંભળાઈ રહ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટનો માહોલ છે. જો કે ભારતીય સેના દ્વારા આ કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button