પાકિસ્તાનની દીકરી બની ભારતની પુત્રવધુ
ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં એવી કડવાશ પ્રવર્તે છે કે બંને દેશ વચ્ચે કોઇ પણ પ્રકારના સંબંધની કલ્પના જ કરવી મુશ્કેલ છે. એવામાં જો કોઇ તમને એમ કહે કે તેઓ તેમની દીકરા માટે પાકિસ્તાની પુત્રવધુ લાવી રહ્યા છે, તો કદાચ વિશ્વાસ પણ નહીં થાય, પણ આ સત્ય છે. પાકિસ્તાનની દીકરી ભારતના રાજસ્થાનની પુત્રવધુ બની છે.
પાકિસ્તાનમાં વસતા સોઢા રાજપૂત જાતિના લોકો તેમની દીકરીઓના લગ્ન પાકિસ્તાનમાં કરતા નથી. તેઓ તેમની દીકરીઓને ભારતના રાજસ્થાનમાં જ પરણાવે છે. આવી જ એક સોઢા પરિવારની પાકિસ્તાની દીકરી મીનાના લગ્ન ભારતમાં કરવા માટે યુવતીનો પરિવાર ભારત આવ્યો હતો.
જોધપુરમાં આ લગ્નની ખુબ જ ચર્ચા છે. પાકિસ્તાનનો સોઢા પરિવારે તેમની દીકરી મીનાના લગ્ન જોધપુરના રહેવાસી મહેન્દ્રસિંહ સાથે લગ્ન કર્યા છે. તેની દુલ્હનનું નામ છે મીના સોઢા તેના પિતાનું નામ ગણપતસિંહ સોઢા અને એની માતાનું નામ ડિમ્પલ ભાટી છે.
આપણ વાંચો: Isha Ambaniના લગ્નમાં પણ Radhika Merchantએ આ રીતે લૂંટી હતી લાઈમલાઈટ…
સોઢા બિઝનેસમેન પરિવારના છે અને તેમના મોટાભાગના સભ્યોના લગ્ન ભારતમાં થયા છે. આ પરિવાર કરોડોપતિ છે અને મોટો બિઝનેસ ધરાવે છે. તેમનું નામ અને ખ્યાતિ પણ ઘણી જ છે. મીનાના પિતા ગણપતસિંહ સોઢાએ જણાવ્યું હતું કે તેમના મોટાભાઈ લાલસિંહ સોઢા 2013માં ભારત આવ્યા હતા અને તેઓ હાલમાં ભારતમાં બિઝનેસ કરે છે. તેથી તેમણે પણ 2022 માં ભારત આવવાનું નક્કી કર્યું અને હવે તેમની દીકરીને અહીં પરણાવી.
શા માટે ભારતીય દુલ્હોઃ-
ગણપતસિંહ સોઢાએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં એક જ ગોત્રમાં લગ્ન થઈ શકતા નથી અને પાકિસ્તાનમાં તેમના જ ગોત્રના તમામ લોકો રહેતા હોવાથી તેઓ તેમની પુત્રીના લગ્ન ત્યાં કરાવી શકતા નથી, તેથી તેમને વિઝા લઈને ભારત આવવું પડ્યું છે અને ભારતમાં તેમની દીકરીના લગ્ન કરાવવા પડ્યા છે.
આપણ વાંચો: ગૌતમ અદાણીના પુત્રના લગ્ન ઠાઠમાઠથી નહીં પણ સાદગીથી થશે
આ બાબતે મીના સોઢાએ જણાવ્યું હતું કે તેણે જોધપુરની કમલા નહેરુ મહિલા કોલેજમાંથી અભ્યાસ કર્યો છે અને તેને ભારત અને પાકિસ્તાન વચ્ચે ખાસ કોઈ તફાવત દેખાતો નથી. જો કે, તેના મનમાં થોડો ડર ચોક્કસ છે પરંતુ બહુ વાંધો નહીં આવે એમ તેને લાગે છે.
ગણપતસિંહ સોઢાએ એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાનથી ભારત આવવામાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ સીધી ટ્રેન કે પ્લેન સેવા નથી જેને કારણે મુસાફરી કરવી ઘણી મુશ્કેલ છે. આ ઉપરાંત વિઝા અને વિઝા એક્સટેન્શન મેળવવામાં પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.