પાકિસ્તાનના એક આતંકીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, આપી ધમકી | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

પાકિસ્તાનના એક આતંકીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું, આપી ધમકી

ઇસ્લામાબાદ : ભારતના ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં સતત ભયમાં રહેલા આતંકીઓ તેમને થયેલા નુકસાનની આપવીતી જણાવી રહ્યા છે. જેમાં મંગળવારે એક વિડીયોમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર ઇલ્યાસ ઓપરેશન સિંદૂર દરમિયાન થયેલા નુકસાનનું રડીને વર્ણન કરી રહ્યો છે. ત્યારે આજે બીજો આંતકી ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યો છે તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધમકી આપી રહ્યો છે. જેનો એક વિડીયો હાલ પ્રકાશમાં આવ્યો છે.

કથિત રીતે બહાવલપુરનો વિડીયો

આ વિડીયોની વિગત મુજબ બુધવારે લશ્કર-એ-તૈયબાના નાયબ વડા સૈફુલ્લાહ કસુરીએ ભારત અને પીએમ મોદી વિરુદ્ધ ઝેર ઓક્યુ હતું. આ વિડીયો કથિત રીતે બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલયમાં આયોજિત એક કાર્યક્રમનો છે. ઉલ્લેખનીય છે કે, બહાવલપુરનું આ મુખ્યાલય ઓપરેશન સિંદૂર દરમિયાન તોડી પાડવામાં આવ્યું હતું.

આપણ વાંચો: જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ બિહારમાં ઘૂસ્યા, સમગ્ર રાજ્યમાં હાઇ એલર્ટ

જમ્મુ અને કાશ્મીર અમારું હશે

આ વિડીયોમાં સૈફુલ્લાહ કસુરીને કહે છે કે તે બદલો લેશે અને જીવ આપવા તૈયાર છે. તેણે ભારતને ધમકી આપતા કહ્યું, એવો સમય આવી રહ્યો છે જ્યારે આ નદીઓ અમારી હશે અને તેના બંધ અમારા હશે. આખું જમ્મુ અને કાશ્મીર અમારું હશે.કસુરીએ વધુમાં કહ્યું કે ભારત જે કંઈ પણ કરી રહ્યું છે તેના પરિણામો ભોગવવા પડશે. અમારા પ્રિય દેશના દરેક ઇંચનું રક્ષણ અને બચાવ કરવા માટે અમે જીવનું જોખમ લઈશું.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button