
લોબિંગ પાછળ કેટલા રુપિયા ખર્ચ્યા, જાણો અમેરિકાનો ચોંકાવનારો રિપોર્ટ…
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. જેના લીધે પાકિસ્તાન ભયભીત થયું હતું. જેના લીધે પાકિસ્તાને આ ઓપરેશન રોકાવવા માટે અમેરિકાને ઉગ્ર રજૂઆત કરી હતી. તેમજ અમેરિકા દ્વારા ભારત પર દબાણ વધારીને સૈન્ય કાર્યવાહી રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેનો ખુલાસો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનના રાજદૂત 50 થી વધારે મિટિંગની માંગ કરી હતી
આ અંગે અહેવાલમાં લોબિંગ અંગે જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાનના રાજદૂત અને ડિફેન્સ એટેચીએ અમેરિકાના કોંગ્રેસ, પેન્ટાગોન, સ્ટેટ ડીપાર્ટમેન્ટ અને મોટા મીડિયા હાઉસ જોડે 50 થી વધારે મિટિંગની માંગ કરી હતી. જેમાં ઈ-મેલ, ફોન કોલ અને વ્યકિગત મિટિંગની માંગ કરવામાં આવી. જેની માટે પાકિસ્તાને ભારત કરતા ત્રણગણો ખર્ચ વધારે કર્યો હતો. આ લોબિંગ એપ્રિલ-મે 2025માં વધુ તેજ થઈ હતી.
વોશિંગ્ટનમાં છ લોબિંગ કંપનીઓ સાથે કરાર કર્યા
આ ઉપરાંત પાકિસ્તાને વોશિંગ્ટનમાં છ લોબિંગ કંપનીઓ સાથે વાર્ષિક આશરે ₹41 કરોડ ના કરારો પર હસ્તાક્ષર કર્યા. આમાં સીડેન લો એલએલપી )નું નામ પણ સામેલ હતું. જેના દ્વારા પાકિસ્તાનને ટ્રમ્પ વહીવટીતંત્ર સુધી ઝડપી પહોંચ મળી. પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે વ્હાઇટ હાઉસ ખાતે એક બેઠકનું આયોજન કર્યું.

આ લોબિંગ કાશ્મીર, પ્રાદેશિક સુરક્ષા, દુર્લભ પૃથ્વી ખનિજો અને દ્વિપક્ષીય સંબંધો પર કેન્દ્રિત હતું. પાકિસ્તાને અમેરિકા મીડિયા પાસેથી ઇન્ટરવ્યુ અને બ્રીફિંગ પણ માંગ્યા હતા. આ દસ્તાવેજો ફોરેન એજન્ટ્સ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ મેળવવામાં આવ્યા હતા.
પાકિસ્તાનનો પ્રયાસ હતો કે અમેરિકા હસ્તક્ષેપ કરે
પાકિસ્તાનનો પ્રયાસ હતો કે અમેરિકા હસ્તક્ષેપ કરે અને કોઈપણ રીતે ભારતની લશ્કરી કાર્યવાહી બંધ થાય. ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન પર લશ્કરી અને રાજદ્વારી દબાણ નોંધપાત્ર રીતે વધ્યું હતું. આ લોબિંગને કારણે અમેરિકા-પાકિસ્તાન સંબંધોમાં તીવ્ર પરિવર્તન આવ્યું. શરૂઆતમાં તણાવ હતો, પરંતુ પછીથી ટ્રમ્પની પ્રશંસા તેમના નામે નોબેલ શાંતિ પુરસ્કારની ભલામણ અને વ્યવસાયિક લાભ મેળવવાના પ્રયાસો થયા. વર્ષના અંતમાં લોબિંગ ખર્ચમાં ઘટાડો થયો હતો. તેમજ ઓપરેશન સિંદૂર પછી યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો.
આ પણ વાંચો…ઓપરેશન સિંદૂર અંગે અયોધ્યામાં બોલ્યા રાજનાથસિંહ, કહ્યું અધર્મનો અંત જરૂરી
ભારતે મે 2025 માં ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું
ઉલ્લેખનીય છે કે, એપ્રિલ 2025માં જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલામાં 26 નાગરિકો માર્યા ગયા હતા. જેના જવાબમાં ભારતે મે 2025 માં ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. જેમાં પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી કેમ્પો પર હુમલાઓ કરવામાં આવ્યા હતા. ભારતે જણાવ્યું હતું કે આ હુમલાઓમાં ફક્ત આતંકવાદી માળખાને નિશાન બનાવવામાં આવ્યા હતા.



