
નવી દિલ્હી: પહલગામ આતંકવાદી હુમલા બાદ લાઈન ઓફ કંટ્રોલ(LoC) પર તણાવ સતત વધી રહ્યો છે. એવામાં રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પાસે મહત્વનો ઘટનાક્રમ બન્યો છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ રાજસ્થાનમાં સરહદ પરથી એક પાકિસ્તાની રેન્જરની અટકાયત (Pakistan Ranger Detained) કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજસ્થાન ફ્રન્ટિયરના BSF યુનિટે પાકિસ્તાની રેન્જરને કસ્ટડીમાં લીધો છે. પકડાયેલ પાકિસ્તાની રેન્જરની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે, પાકિસ્તાની રેન્જર ભારતીય પ્રદેશમાં કેવી રીતે પહોંચ્યો તે હજુ સ્પષ્ટ નથી.
રેન્જર્સે ભારતના જવાનને બંધક બનાવ્યો:
અહેવાલમાં પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદ પરથી પાકિસ્તાની રેન્જર્સે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના એક જવાનને પકડી લીધો હતો. BSF જવાન પૂર્ણમ કુમાર શોને 23 એપ્રિલના રોજ પાકિસ્તાની રેન્જર્સ દ્વારા બંધક બનવવામાં આવ્યો હતો અને ભારતીય સેનાના ભારે વિરોધ છતાં, BSF જવાનને પરત સોંપવામાં આવ્યો ન હતો. ભારતે આ મુદ્દો ગંભીરતાથી ઉઠાવ્યો હતો અને પાકિસ્તાની રેન્જર્સ પાસેથી સૈનિકને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી હતી પરંતુ પાકિસ્તાની સેના તરફથી અત્યાર સુધી કોઈ સકારાત્મક પ્રતિભાવ મળ્યો .
નોંધનીય છે ભૂલથી સરહદ પાર કરનારા જવાનોને પરત મોકલવાની ભારત અને પાકિસ્તાન બંને વચ્ચે એક પરંપરા રહી છે, પરંતુ વધતા તણાવને ધ્યાનમાં લેતા પાકિસ્તાને BSF જવાનને છોડ્યો ન હતો, અને ભારત બંધક પાકિસ્તાની રેન્જર સામે શું કાર્યવાહી કરશેએ હજુ સ્પષ્ટ નથી.
LoC પર ફાયરીંગ:
પાકિસ્તાની સેનાની ચોકીઓએ 3-4 મેની મધ્યરાત્રિએ સતત દસમા દિવસે LoC પર કુપવાડા, બારામુલ્લા, પૂંછ, રાજૌરી, મેંધાર, નૌશેરા, સુંદરબની અને અખનૂર સહિતના અનેક સેક્ટરોમાં નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો. લશ્કરી સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય સેનાએ તાત્કાલિક જવાબ આપ્યો હતો.
આ પણ વાંચો….પાકિસ્તાની ઝંડાવાળા જહાજોને ભારતમાં “નો એન્ટ્રી”, વેપાર પણ સંપૂર્ણપણે બંધ!