પાકિસ્તાનની મુશ્કેલી વધી, ચીને પણ ટીઆરએફને આતંકી સંગઠન જાહેર કરવાના નિર્ણયને આવકાર્યો

નવી દિલ્હી : ભારતના ઓપરેશન સિંદૂર બાદના સતત પ્રયાસોના પગલે અમેરિકાએ પાકિસ્તાનના ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટને (ટીઆરએફ) આતંકી સંગઠન જાહેર કર્યું છે. જેની બાદ ભારતે અમેરિકાના નિર્ણયને આવકાર્યો છે. તેમજ હવે ચીને પણ અમેરિકાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. જેના લીધે પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો થયો છે. ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું સાથી સંગઠન છે.
દેશમાંથી આતંકી નેટવર્કને ધ્વસ્ત કર્યા
જોકે, આ મુદ્દે પાકિસ્તાનની પ્રતિક્રિયા અલગ જ હતી. પાકિસ્તાને આતંકી સંગઠન ટીઆરએફનો લશ્કર-એ-તૈયબા સાથે સબંધ હોવાનો ઇનકાર કર્યો છે. તેમજ પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે દેશમાંથી આતંકી નેટવર્કને ધ્વસ્ત કર્યા છે.
જમ્મુ કાશ્મીરના પહલગામના આતંકી હુમલામાં લશ્કર-એ-તૈયબાની સંડોવણીને રદિયો આપ્યો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું છે કે પાકિસ્તાન સબંધિત આતંકી સંગઠનોના નેટવર્કને નાબુદ કરવામાં આવ્યા છે. તેના સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ તેમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અમેરિકાના આ નિર્ણયથી પાકિસ્તાનમાં ભય ફેલાયો
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરને પણ એવી આશા નહોતી કે ડોનાલ્ડ ટ્રમ્પ તેમની વિરુદ્ધ કડક પગલાં લેશે. જયારે અમેરિકાના આ નિર્ણયથી પાકિસ્તાનમાં ભય ફેલાયો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું છે કે, પહલગામ આતંકી હુમલાની તપાસ હજુ અધુરી છે તેમજ તેને નિષ્ક્રિય અને પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડવો તથ્યોની વિરુદ્ધ છે.
આ પણ વાંચો…પાકિસ્તાને ભારતીય વિમાનો પર એરસ્પેસ પ્રતિબંધ 24 ઓગસ્ટ સુધી લંબાવ્યો