પાકિસ્તાન ગભરાયું! પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે સેનાએ કાર્યવાહી કરવા મંજુરી આપી

નવી દિલ્હી: દિવસો સુધી ચાલેલા તણાવ બાદ આખરે ભારતે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ગત મોડી રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર રોકેટમારો કર્યો હતો, જેમાં 26 આતંકવાદીઓના મોત થયા હોવાના અહેવાલ છે. ભારતીય સેનાએ આ ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor)નામ આપ્યું છે. પાકિસ્તાની સેનાએ LoC પર ગોળીબાર શરુ કર્યો હોવાના પણ અહેવાલ છે. એવામાં પાકિસ્તાની સેના ભારત સામે કાર્યવાહી કરવાની તૈયારીઓ કરી રહી છે. અહેવાલ મુજબ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ (Shehbaz Sharif)એ પાકિસ્તાની સેનાને ભારત સામે કાર્યવાહી કરવા મંજુરી આપી છે.
ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. પાકિસ્તાનમાં ભારત સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. અહેવાલ મુજબ પાકિસ્તાની સેનાએ ભારત સામે વળતી કાર્યવાહી કરવા વડા પ્રધાન શાહબાઝ શરીફ પાસે મંજુરી માંગી હતી. શાહબાઝે સેનાને કાર્યવાહી કરવા સંપૂર્ણ અધિકાર આપ્યો છે. પાકિસ્તાની વડા પ્રધાને રાષ્ટ્રીય સુરક્ષા બેઠક યોજી છે.
આ પણ વાંચો: BREAKING: ઓપરેશન સિંદૂરથી ફફડ્યું પાકિસ્તાન, પંજાબમાં જાહેર કરી કટોકટી
પાકિસ્તાની એક મીડિયા સંસ્થાને એહવાલ મુજબ પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (NSC) એ જણાવ્યું હતું કે પાકિસ્તાનને ભારતના હવાઈ હુમલાનો સામે સ્વ-બચાવમાં તેની પસંદગીના સમયે, સ્થળ અને રીત મુજબ જવાબ આપવાનો અધિકાર છે, અને સૈન્યને અનુરૂપ પગલાં લેવાનો અધિકાર છે.
યુએન ચાર્ટરની કલમ 51 ને ટાંકીને, NSC એ કહ્યું કે પાકિસ્તાનને નાગરીકોના મોત અને તેની સાર્વભૌમત્વના સ્પષ્ટ ઉલ્લંઘનનો બદલો લેવા માટે સ્વ-બચાવમાં બદલો લેવાનો અધિકાર છે.
જોકે અગાઉ પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ભારત સામે કાર્યવાહી ન કરવાનું નિવેદન આપ્યું હતું. ખ્વાજા આસિફે એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે અમે કોઈ કાર્યવાહી નહીં કરીએ. અમે અમારી રક્ષા કરીશું. જો ભારત આગળ કાર્યવાહી નહીં કરે તો અમે પણ કંઈ નહીં કરીએ.