રાહુલ બાદ હવે પ્રિયંકા ગાધીનું ફેન બન્યું પાકિસ્તાન…
વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાની પેલેસ્ટાઈન લખેલી બેગને લઇને વિવાદ હજી શમ્યો નથી. દરમિયાન પાકિસ્તાનમાં પણ તેમના બેગની ચર્ચા થઈ રહી છે. એવા અહેવાલ છે કે પાકિસ્તાન સરકારના પૂર્વ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને ભારતીય સાંસદના વખાણ કર્યા છે. આવોૌ આપણે વિગતે જાણીએ.
આ પણ વાંચો : ફુગાવો ઘટયો: શું ફેબ્રુઆરીમાં રિઝર્વ બૅન્ક વ્યાજદર ઘટાડશે?
16 ડિસેમ્બરે પ્રિયંકા ગાંધી પેલેસ્ટાઈન લખેલી બેગ લઈને સંસદમાં આવ્યા હતા. આ રીતે તેમણે પેલેસ્ટિનિયન લોકો સાથે એકતા દર્શાવી હતી. તેમની થેલી પર તરબૂચ અને અન્ય ચિત્રો છપાયેલા હતા. તરબૂચ મધ્ય પૂર્વમાં પ્રતિકારનું પ્રતીક છે.
પાકિસ્તાની નેતા ફવાદ ચૌધરીએ X પર પોતાની પોસ્ટમાં પ્રિયંકાના વખાણ કર્યા અને આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, ‘જવાહરલાલ નેહરુ જેવા મહાન સ્વાતંત્ર્ય સેનાનીની પૌત્રી પાસેથી આપણે બીજી શું અપેક્ષા રાખી શકીએ?’ તેમણે કહ્યું, ‘પ્રિયંકા ગાંધીએ તેમના વિરોધીઓ સામે બહાદુરીથી લડ્યા છે. શરમજનક બાબત તો એ છે કે આજ સુધી કોઈ પાકિસ્તાની સાંસદે આવી હિંમત દાખવી નથી. આભાર’
ભારતીય જનતા પાર્ટીએ પ્રિયંકા ગાંધીના પગલાને લઘુમતી ‘તુષ્ટિકરણ’ ગણાવ્યું હતું તો ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ તો પ્રિયંકાને ‘રાહુલ ગાંધી કરતાં પણ મોટી આપત્તિ’ ગણાવી હતી.
પ્રિયંકા ગાંધી વાડ્રા પર નિશાન સાધતા ભાજપના લોકસભા સભ્ય અનુરાગ ઠાકુરે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે તેઓ શું સંદેશ મોકલવા માગે છે. તેમણે દાવો કર્યો કે, ‘પ્રિયંકા ગાંધીએ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચાર પર એક પણ શબ્દ નથી ઉચ્ચાર્યો, પરંતુ પેલેસ્ટાઈન લખેલી બેગ સાથે ફેશન સ્ટેટમેન્ટ આપવા માંગે છે.’
આ પણ વાંચો : કાશ્મીરમાં શીત લહેરનો પ્રકોપઃ કોકરનાગમાં માઇનસ ૩.૯ ડિગ્રી સેલ્સિયસ તાપમાન…
ભાજપ નેતાના આવા પ્રતિભાવ બાદ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે , ‘તેમને (પીએમ મોદી) કહો કે તેઓ બાંગ્લાદેશમાં લઘુમતીઓ – હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પરના અત્યાચારો વિશે કંઈક કરે. બાંગ્લાદેશ સરકાર સાથે વાત કરો અને હિંદુઓ પર થઇ રહેલા અત્યાચાર રોકો.