Biharમાં કરોડો રૂપિયાની જમીનના માલિક છે પાકિસ્તાની !
ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું અને સરહદ નક્કી કરવામાં આવી છતાં એને 77 વર્ષનો ગાળો થઈ ચૂક્યો છે. લાખો લોકોના ઘર અને મકાન પણ છૂટી ગયા. આ આઠ દશકના ગાળામાં જમીનના માલિકો બદલી ગયા છે પરંતુ હજુ પણ બિહારમાં ભારત છોડીને પાકિસ્તાન જનાર અનેક પરિવારોના નામે જમીનની માલિકી નોંધાયેલી છે. જો કે આ બાબતનો ખુલાસો થતાં જ ગૃહ વીભાગે તાત્કાલીક પગલાં લીધા છે અને આ જમીનોની નોંધણી પર તાત્કાલિક રોક લગાવી દીધી છે.
બિહાર ખગડિયાથી ચોંકાવનારો ખુલાસો થયો છે. અહી સરકર દ્વારા જમીનને માપીને નકશો બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે આ દરમિયાન જ એ માહિતી સામે આવી છે કે સરકારી ફાઇલમાં ઘણા માલિકોના નામ અને સરનામા પાકિસ્તાનના છે. પાકિસ્તાની નાગરિક જમીલા ખાતુન, રાજિયા ખાતુન અને નૂરઝહા ખાતુનના નામે ખગડિયામાં કરોડોની જમીન છે. જો કે આ લોકો 1947માં જ ભારત છોડીને પાકિસ્તાન જતાં રહ્યા છે પરંતુ તેમ છતાં સરકારી ચોપડે જમીનના માલિકના નામ અને સરનામાની કૉલમમાં પાકિસ્તાનનું નામ છે.
રેવન્યુ રેકોર્ડ મુજબ અલગ અલગ ખાતાઓની કુલ પાંચ જમીનોના માલિકો પાકિસ્તાનના છે. આ રેવન્યુ રેકોર્ડમાં જમીન માલિકોના નામ પાકિસ્તાની નીકળતા સરકાર સફાળી જાગી છે. ગૃહ મંત્રાલયે આ જમીનની નોંધણી પર તાત્કાલિક રોક લગાવી દીધી છે. જો કે આ કરોડો રૂપિયાની જમીન પર ભૂમાફિયાઓએ કબજો કરી રાખ્યો છે અને તેમની પાસેથી આ જમીન પરનો કબજો હટાવીને તેને સરકારી જમીન તરીકે ઉપયોગમાં લેવી સરકાર માટે પણ સહેલી વાત નથી.