‘પાકિસ્તાન જન્મથી જ જૂઠું બોલે છે’, વિદેશ સચિવે પાકિસ્તાનનો દંભ ખુલ્લો પાડ્યો

નવી દિલ્હી: ભારતે પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવીને કરેલા હુમલા બાદ ગભરાયેલું પાકિસ્તાન ભ્રામક દાવા કરી રહ્યું છે. આજે ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ એક કોન્ફરન્સ યોજીને આતંકવાદને સમર્થન આપવા મુદ્દે પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો હતો.
પાકિસ્તાને દાવો કર્યો હતો કે ભારતના હુમલામાં પાકિસ્તાનના નિર્દોષ નાગરિકોના મોત થયા હતાં. ભારત વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ પુરાવા આપીને પાકિસ્તાનના દાવાનો છેદ ઉડાડી દીધો હતો અને પાકિસ્તાનના દંભને ખુલો પાડ્યો હતો.
આપણ વાંચો: ઓપરેશન સિંદૂર બાદ વિદેશ મંત્રાલયનો ખુલાસો: 65 વર્ષ જૂની સિંધુ જળસંધિનું પાલન એ ભારતની સહનશીલતા
નાગરિકોના મોત નથી થયા:
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ભારતીય સૈન્ય હુમલામાં માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં હાજરી આપતા પાકિસ્તાની સૈન્યનાઅધિકારીઓની ફોટો બતાવ્યો હતો. તેમણે કહ્યું કે “એ વિચિત્ર વાત છે કે નાગરિકોની અંતિમ ક્રિયા પાકિસ્તાની ધ્વજમાં લપેટીને કરવામાં આવી અને તેમને રાજ્ય સન્માન આપવામાં આવ્યું.”
વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સમાં વિક્રમ મિશ્રીએ ફોટો દર્શાવતા કહ્યું, “અમે ખૂબ જ સ્પષ્ટપણે કહ્યું છે કે 7 મેની સવારે થયેલા બધા હુમલાઓ કાળજીપૂર્વક નક્કી કરેલા આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ટાર્ગેટ બનાવીને કરવામાં આવ્યા હતાં.
આ હુમલાઓના પરિણામોના કેટલાક કવરેજ તમે જોયા હશે. જો આ હુમલાઓમાં કોઈ નાગરિકો માર્યા ગયા હોય, તો આ ફોટો તમને બધાને શું સંદેશ આપે છે.
વિચિત્ર વાત છે કે નાગરિકોની અંતિમ ક્રિયા પાકિસ્તાનના રાષ્ટ્ર ધ્વજમાં લપેટીને કરવામાં આવે છે અને રાજ્ય સન્માન આપવામાં આવે છે. માર્યા ગયેલા લોકો આતંકવાદીઓ હતા. આતંકવાદીઓની સન્માન સાથે અંતિમ ક્રિયા કરવીએ કદાચ પાકિસ્તાનમાં એક પ્રથા.”
આપણ વાંચો: પાકિસ્તાન ઉઘાડું પડ્યું: પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રાલયના સચિવે પાકિસ્તાનને અરીસો બતાવ્યો…
ભારતે ધાર્મિક સ્થળો પર હુમલો કર્યો:
વિક્રમ મિશ્રીએ કહ્યું, “પાકિસ્તાને એવો પણ દાવો કર્યો છે કે ભારતે ઇરાદાપૂર્વક ધાર્મિક સ્થળો પર હુમલો કર્યો હતો, આ દવાઓ પણ ખોટા છે. મેં સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં આતંકવાદની ઘટનાઓ સાથે સ્પષ્ટ રીતે જોડાયેલા હતાં એવા સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અને હકીકતમાં, પાકિસ્તાન ધાર્મિક સ્થળોનો દુરુપયોગ આતંકવાદીઓને કટ્ટરપંથી બનાવવા, શિક્ષણ આપવા અને તાલીમ આપવા માટે કરી રહ્યું છે.”
વિદેશ સચિવે કહ્યું કે પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના શીખ સમુદાયને ટાર્ગેટ બનાવીને હુમલા કર્યા. પૂંછમાં એક ગુરુદ્વારા પર હુમલો કરવામાં આવ્યો હતો અને શીખ સમુદાયના સભ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
આપણ વાંચો: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે વિદેશ મંત્રાલયના અધિકારીઓએ તાલિબાન સાથે કરી બેઠક
‘બિન લાદેન ક્યાં દેશમાં મળી આવ્યો?’
પાકિસ્તાનમાંથી મળી આવેલા ઓસામા બિન લાદેનનો ઉલ્લેખ કરતા વિક્રમ મિશ્રીએ કહ્યું, “ઓસામા બિન લાદેન ક્યાં મળી આવ્યો હતો? અને તેને શહીદનો દરજ્જો કોણે આપ્યો હતો? તે યાદ કરાવવાની કોઈ જરૂર નથી.”
નોંધનીય છે કે અમેરિકાએ આતંકવાદી સંગઠન અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેનને વર્ષ 2011 માં પાકિસ્તાનના એબોટાબાદમાં પરિવારના અન્ય સભ્યો સાથે મારી નાખ્યો હતો. ઓસામાએ અમેરિકાના સૌથી ભયાનક આતંકવાદી હુમલા 9/11 ને અંજામ આપ્યો હતો. થોડા વર્ષો પહેલા, પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને ઓસામા બિન લાદેનને શહીદ કહ્યો હતો, ત્યારબાદ વિશ્વભરમાં તેમની ટીકા થઈ હતી.
આપણ વાંચો: કૈલાશ માનસરોવર યાત્રા માટે આવ્યા સારા સમાચાર; વિદેશ મંત્રાલયે આપી મોટી અપડેટ
પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર:
વિદેશ સેક્રેટરી વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, “પાકિસ્તાન વૈશ્વિક આતંકવાદી કેન્દ્ર છે તેના ઘણા બીજા ઉદાહરણો છે. પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં યુએન દ્વારા પ્રતિબંધિત આતંકવાદીઓ અને ઘણા દેશો દ્વારા પ્રતિબંધિત આતંકવાદીઓનું ઘર પણ છે. છેલ્લા કેટલાક દિવસોમાં તેમના સંરક્ષણ પ્રધાન અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાને આવા આતંકવાદી જૂથો સાથે તેમના દેશની સંડોવણી સ્વીકારી છે.”
‘પાકિસ્તાન જન્મથી જુઠ્ઠું બોલી રહ્યું છે’
ભારતના ફાઈટર પ્લેન તોડી પડવાના પાકિસ્તાનના દાવા અંગે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે જ્યારે યોગ્ય સમય આવશે, ત્યારે સત્તાવાર રીતે જાણ કરવામાં આવશે. આવા દાવા થવા એમાં કોઈ આશ્ચર્ય નથી. છેવટે, આ એક એવો દેશ છે જે તેના જન્મથી જ જૂઠું બોલતો આવ્યો છે.
1947માં જ્યારે પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીર પર દાવો કર્યો, ત્યારે તેમણે સંયુક્ત રાષ્ટ્ર સામે પણ બોલ્યું કે અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી, હુમલો કરનારા લોકો ત્યાના સ્થાનિકો છે. જ્યારે આપણી સેના અને યુએનના લોકો ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે પાકિસ્તાની સેનાએ આ ઘૂસણખોરી કરી છે, ત્યારબાદ પાકિસ્તાને સ્વીકારવું પડ્યું કે તેની સેનાએ ઘૂસણખોરી કરી છે. તો આ યાત્રા 75 વર્ષ પહેલાં શરૂ થઈ હતી.
પહલગામ હુમલા અંગે જુઠ્ઠાણું:
વિદેશ સચિવે વધુમાં કહ્યું કે જ્યારે યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ(UNSC)માં પહલગામ હુમલા પર ચર્ચા થઈ રહી હતી, ત્યારે પાકિસ્તાને TRF (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ) ની ભૂમિકાનો વિરોધ કર્યો હતો. જ્યારે TRF એ એક વાર નહીં, પણ બે વાર હુમલાની જવાબદારી સ્વીકારી. તણાવ વધારવાનો અમારો કોઈ ઈરાદો નથી અને અમે ફક્ત તેમને જવાબ આપી રહ્યા છીએ.
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે નીલમ-જેલમ ડેમ પ્રોજેક્ટને નિશાન બનાવવાના આરોપો ખોટા અને બનાવટી છે.