ઇન્ટરનેશનલ

પાક.ના ઈસ્લામાબાદમાં મોટો વિસ્ફોટ: 24 લોકોનાં મોત, ઈમરજન્સી જાહેર…

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં જુમ્માની નમાઝ વખતે એક મસ્જિદમાં મોટો ધમાકો થયો છે, જેમાં 24 લોકોનાં મોત થયા છે, જ્યારે 100થી વધુ લોકોને ઈજા પહોંચી છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે વિસ્ફોટના સ્થળે અફડાતફડીનું નિર્માણ થયું હતું. ઘટનાસ્થળે પોલીસ અને આર્મીની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યારે પીડિતોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

સ્થાનિક મીડિયાના રિપોર્ટ અનુસાર આ વિસ્ફોટ કસર-એ-ખદીજતુલ કુબરા મસ્જિદમાં વિસ્ફોટ થયો છે, જે શહેરની સૌથી મોટી મસ્જિદ કહેવાય છે. ઘટનાના સીસીટીવી ફુટેજ પણ વાયરલ થયા છે. વિસ્ફોટ પછી લોકો દોડધામ કરી મૂકી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈસ્લામાબાદમાં ઈમરજન્સી લાગુ કરી છે.

પાટનગરના તારલાઈ વિસ્તારની મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો છે, જે શિયા સમુદાયના લોકો માટે જાણીતી છે. આ હુમલામાં આત્મઘાતીના ચિથરા ઉડી ગયા હતા. સ્યુસાઈડર બોમ્બરે નમાઝ વખતે પોતાને ઉડાવ્યો હતો.

પાકિસ્તાનમાં શિયા સમુદાયના બે કરોડ લોકો છે, જ્યારે કુલ વસ્તીની સંખ્યા લગભગ દસથી બાર ટકા છે. નવેમ્બર 2025 પછી ઈસ્લામાબાદમાં આ બીજો વિસ્ફોટ છે. અહીં એ જણાવવાનું કે 2025માં ઈસ્લામાબાદ કોર્ટની બહાર પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેમાં 12 લોકોનાં મોત થયા હતા, જ્યારે 36 લોકો ઘાયલ થયા હતા.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button