કુત્તે કી દુમઃ પાકિસ્તાને ભૂતકાળમાં કેટલી વખત યુદ્ધવિરામનું કર્યું છે ઉલ્લંઘન, જાણો ઈતિહાસ?

મુંબઈ: લાંબા સમય સુધી ચાલેલા ભારત-પાકિસ્તાન તણાવ પછી ગઈ કાલે સાંજે બંને દેશોએ યુદ્ધ વિરામ એટલે કે સિઝફાયરની (India-Pakistan ceasefire) જાહેરાત કરી હતી. આ જાહેરાતના ગણતરીના કલાકોમાં જ પાકિસ્તાને ભારતને દગો આપ્યો હતો. રાત્રે પાકિસ્તાને ફરી ભારતના સ્થળો પર ડ્રોન વડે હુમલો કર્યો હતો, ભારતે આ ઉશ્કેરણીને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. હવે પાકિસ્તાનની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા થયા છે. આ પહેલીવાર નથી અગાઉ પણ પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાની કાયરતાપૂર્ણ હરકતો કરી છે.
અહેવાલ મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલો યુદ્ધવિરામ વર્ષ 1947માં કાશ્મીર યુદ્ધ અંગે થયું હતું. યુનાઈટેડ નેશન્સે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યું હતું.
આ પણ વાંચો: યુદ્ધવિરામ પછી ગુજરાતના સરહદી જિલ્લાઓમાં કેવી છે સ્થિતિ? જાણો વિગત
પાકિસ્તાને ક્યારે-ક્યારે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું?
• 1947માં જ્યારે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું, ત્યારે પાકિસ્તાને કાશ્મીર પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે, પાકિસ્તાની સેના અને સ્થાનિક હુમલાખોરોએ જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરી કરી હતી. તે સમયે બંને દેશો વચ્ચે પ્રથમ યુદ્ધવિરામ થયો હતો. તે પછી જ LOCનો નક્કી થઇ હતી.
• પાકિસ્તાને ઓપરેશન જિબ્રાલ્ટર કરીને કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો. પછી ભારતે પાડોશી દેશ પર હુમલો કર્યો. 17 દિવસ પછી, સોવિયેત યુનિયન અને અમેરિકાએ મધ્યસ્થી કરી અને પછી 23 સપ્ટેમ્બર 1965ના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પર હસ્તાક્ષર થયા.
• 1971માં જ્યારે પાકિસ્તાનની ઘુસણખોરી બાદ યુદ્ધ શરુ થયું હતું. ભારતે પાકિસ્તાનને હરાવીને બાંગ્લાદેશને આઝાદી અપાવી. ત્યારબાદ 16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાની સેનાએ આત્મસમર્પણ કર્યું..
• 1999 માં કારગિલ યુદ્ધ દરમિયાન, પાકિસ્તાને LoC અને આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર કર્યો હતો. ભરતીય સેનાએ જડબાતોડ જવાબ આપીને પાકિસ્તાને ધૂંટણે પાડી દીધું. ત્યારબાદ પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન મીર ઝફરુલ્લાહ ખાન જમાલીએ યુદ્ધવિરામ માટે પહેલ કરી અને ભારતે પણ તેનો સ્વીકાર કર્યો.
• આ પછી, જ્યારે 22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં પહલગામ હુમલો થયો હતો, ત્યાર બાદ ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કરીને પાકિસ્તાનને જોરદાર જવાબ આપ્યો હતો. ત્યાર બાદ પાકિસ્તાનની ઉશ્કેરણીથી યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ. આ પછી, અમેરિકાએ મધ્યસ્થી કરી અને 10 મે 2025 ના રોજ સાંજે 5 વાગ્યે યુદ્ધવિરામ લાગુ થયો હતો, પરંતુ પાકિસ્તાને માત્ર 2-3 કલાક પછી જ તેનું ઉલ્લંઘન કર્યું.
પાકિસ્તાનનો હંમેશા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવાનો રેકોર્ડ રહ્યો છે, જેના કારણે ઘણા ભારતીય સૈનિકો પણ શહીદ થયા. 2003માં થયેલા કરાર છતાં, પાકિસ્તાને 2013, 2016 અને 2019માં ઘણી વખત LOC પર ગોળીબાર કર્યો હતો, જેમાં ભારતના ઘણા જવાનો શહીદ થયા હતાં.