સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનને આંચકો, ચારના બદલે માત્ર એક જ સમિતિનું અધ્યક્ષ સ્થાન મળ્યું

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી) માં પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે. યુએનએસસીના અસ્થાયી સભ્ય તરીકે ચાર આતંકવાદ સંબંધિત સમિતિઓના નેતૃત્વની પાકિસ્તાનની માંગણીને પરિષદના અન્ય સભ્યોએ નકારી કાઢી છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાનને ફક્ત 1988 તાલિબાન પ્રતિબંધ સમિતિના અધ્યક્ષપદ જ મળ્યું છે. જ્યારે પાકિસ્તાને 1267 પ્રતિબંધ સમિતિ,1540 (અપ્રસાર) પ્રતિબંધ સમિતિ,1988 તાલિબાન પ્રતિબંધ સમિતિ અને 1373 આતંકવાદ વિરોધી સમિતિ (CTC)ના અધ્યક્ષપદની માંગણી કરી હતી. તાલિબાન પ્રતિબંધ સમિતિ ઉપરાંત તેને CTCના ઉપાધ્યક્ષપદની પણ મંજૂરી આપવામાં આવી છે.
અન્ય સભ્યો પાકિસ્તાનના વલણથી નાખુશ જણાતા હતા
પાકિસ્તાનની માંગણીઓ યુએનએસસીમા સર્વસંમતિ મળી ન હતી. જેના કારણે યુએન સમિતિઓની ફાળવણીની પ્રક્રિયા લગભગ પાંચ મહિના વિલંબિત થઈ હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે ફાળવણી જાન્યુઆરી 2025 સુધીમાં થઈ જવી જોઈતી હતી. જ્યારે અન્ય સભ્યો પાકિસ્તાનના વલણથી ખુશ નહોતા.
આ વલણને કારણે 5 મહિનાનો વિલંબ થયો
એક અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનની માંગણીઓને કારણે યુએન સમિતિઓની ફાળવણીની પ્રક્રિયામાં લગભગ પાંચ મહિનાનો વિલંબ થયો છે. તેમણે ઉમેર્યું હતું કે સહમતિનો અભાવ અને પાકિસ્તાનની ગેરવાજબી માંગણીઓને કારણે જૂન 2025 સુધી સર્વસંમતિ થઈ શકી નથી. જ્યારે કાઉન્સિલ સભ્યો પાકિસ્તાનની માંગણીઓ અને તેના વલણથી ખુશ નહોતા.
નિર્ણયો ફક્ત સર્વસંમતિથી જ લઈ શકાય
એક સત્તાવાર સૂત્રએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે યુએનના કાયમી સભ્ય દેશો અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને યુકે ઇરાદાપૂર્વક આ સમિતિઓની અધ્યક્ષતા કરવા માંગતા ન હતા. કારણ કે આ હોદ્દાઓ પાસે મર્યાદિત વાસ્તવિક શક્તિ છે અને નિર્ણયો ફક્ત સર્વસંમતિથી જ લઈ શકાય છે.
આ પણ વાંચો…સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને ભારતની ચેતવણી, કહ્યું ;વૈશ્વિક સંસ્થા “ગુમનામી” તરફ આગળ વધી રહી છે’