
શ્રીનગર: ગત વર્ષે મે મહિનામાં ઓપરેશન સિંદૂર બાદ ભારત-પાકિસ્તાન સંઘર્ષ બાદ ફરી જમ્મુ અને કાશ્મીરના સરહદી વિસ્તારમાં મોટી સંખ્યામાં ડ્રોન્સ દેખાયા છે. આજે રવિવારે સાંજે સાંબા, રાજૌરી અને પૂંછ જિલ્લામાં ઇન્ટરનેશનલ બોર્ડર (IB) અને લાઈન ઓફ કંટ્રોલ (LoC) પર શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન દેખાયા હતાં, જેને કારને સુરક્ષા દળોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
સેના અધિકારીઓના જણાવ્યા મુજબ સરહદ નજીકના વિસ્તારમાં પાંચથી વધુ ડ્રોન દેખાયા હતાં. ડ્રોન્સ સરહદ પારથી ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા, સંવેદનશીલ સ્થળો પર થોડા સમય માટે ઉડ્યા અને અને પાકિસ્તાન પરત ફર્યા.
#BREAKING: The Indian Army fired warning shots after detecting drone movement from Pakistan toward Village Gania and Kaldian in Nowshera, Jammu & Kashmir. MMG and LMG fire was used against the drones.
— Inquisitive S (@InquisitiveS_) January 11, 2026
The incident follows yesterday’s Pakistani drone drop in Samba, J&K,… pic.twitter.com/ptl9iMTIEF
સેના એલર્ટ પર:
ડ્રોનની મદદથી ભારતીય વિસ્તારમાં હથિયારો અથવા પ્રતિબંધિત વસ્તુઓ ફેંકવામાં આવી હોવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને વ્યાપક ગ્રાઉન્ડ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અહેવાલ મુજબ સુરક્ષા એજન્સીઓએ તાત્કાલિક ધોરણે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર લાગુ કરી. નજીકની ચોકીઓ પર સૈનિકોને એલર્ટ કરવાંમાં આવ્યા છે.
એક પછી એક ડ્રોન્સ દેખાયા:
એહવાલ મુજબ રાજૌરી જિલ્લામાં નૌશેરા સેક્ટરમાં ભારતીય સેનાના જવાનોએ સાંજે 6.35 વાગ્યાની એક ડ્રોન જોયા બાદ મશીનગનથી ગોળીબાર કર્યો હતો. આ સમય દરમિયાન જ તેર્યથ વિસ્તારના ખબ્બર ગામ નજીક અન્ય એક ડ્રોન દેખાયું હતું. સાંજે લગભગ 6.25 વાગ્યે પૂંછ જિલ્લાના માનકોટ સેક્ટરમાં LoC નજીક એક અન્ય શંકાસ્પદ ડ્રોનને દેખાયું હતું. સાંજે 7.15 વાગ્યે સાંબા જિલ્લાના રામગઢ સેક્ટરના ચક બાબરલ ગામ ઉપર ડ્રોન દેખાયું હતું.
આ ડ્રોન્સ દ્વારા કોઈ શંકાસ્પદ સામગ્રી અથવા શસ્ત્રો ફેંકવામાં આવ્યા હોવાની શંકાને આધારે આ વિસ્તારોમાં સેના, પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.



