‘અમે ઇસ્લામિક સેના છીએ, અમારું કામ જેહાદ છે’, પાકિસ્તાન સેનાના વરિષ્ઠ અધિકારીનું નિવેદન…

નવી દિલ્હી: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાંને નિશાન બનાવીને ઓપરેશન સિંદૂર (Operation Sindoor) શરુ કર્યું હતું, ત્યાર બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. પાકિસ્તાનના ડ્રોન હુમલા બાદ યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા ઉભી થઇ હતી. પરંતુ હાલ બંને દેશો યુદ્ધવિરામ માટે તૈયાર થયા હતાં. એવામાં પાકિસ્તાની સેનાના અધિકારીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાકિસ્તાનના DG ISPR અહેમદ શરીફે દાવો કર્યો છે કે પાકિસ્તાની સેના એક ઇસ્લામિક સેના છે. તેમનું કામ જેહાદ કરવાનું છે. જે તેમને પ્રેરણા આપે છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકારે અહેમદ શરીફને પૂછ્યું હતું કે આપણી સેના ઇસ્લામિક શબ્દોનો ઉપયોગ કરી રહી છે, જેને ભારતીય મીડિયા પણ સમજી શકતું નથી. પત્રકારે ઉર્દૂમાં કેટલીક પંક્તિઓ પણ કહી. આ વિડિઓ X પર પાકિસ્તાન અનટોલ્ડ હેન્ડલ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. (મુંબઈ સમાચાર આ વિડીયોની પુષ્ટિ નથી કરતું)
અહેમદ શરીફ અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદનો આપી ચુક્યા છે:
નોંધનીય છે કે પાકિસ્તાનના DG ISPR અહેમદ શરીફ અગાઉ પણ આવા નિવેદનો આપી ચુક્યા છે. અગાઉ, તેણે દાવો કર્યો હતો કે તેના પિતા સુલતાન બશીરુદ્દીન મહમૂદના ખતરનાક આતંકવાદીઓ સાથે ખાસ સંબંધો હતા.
સુલતાન બશીરુદ્દીન મહમૂદનું નામ એક સમયે પાકિસ્તાનના વૈજ્ઞાનિક સમુદાયમાં પ્રતિષ્ઠાથી લેવામાં આવતું હતું. તેમણે પાકિસ્તાનના ન્યુક્લિયર પ્રોગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પરંતુ અહેમદ શરીફે તેમને કટ્ટરપંથીઓ સાથે જોડતા હોવાલો મચી ગયો હતો.
અહેમદ શરીફ જુઠ્ઠા દાવા:
ભારતીય સેનાએ કરેલા ઓપરેશન સિંદૂર હેઠળ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના આતંકવાદી છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. આ ઓપરેશનની સફળતા પછી, પાકિસ્તાન તરફથી ડીજી અહેમદ શરીફ ચૌધરીએ એક પ્રેસ કોન્ફરન્સમાં ભારત પર નાગરિક લક્ષ્યો, મસ્જિદો અને નીલમ-જેલમ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો.
આપણ વાંચો: પાકિસ્તાનનો ઘટસ્ફોટ: પહેલગામની આગ વચ્ચે પુલવામા હુમલામાં પણ હાથ હોવાની કબૂલાત